IND vs ENG: ઈંગ્લેન્ડમાં રિષભ પંતનો દબદબો, વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડી લોર્ડ્સમાં રચ્યો ઈતિહાસ
તસવીર : IANS
Rishabh Pant Creates History, Most Test Sixes Against England : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની ત્રીજી મેચ લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે જ્યાં ભારતીય બેટર્સ આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. ખાસ કરીને ઋષભ પંતે સાબિત કર્યું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ છગ્ગા ફટકારવાનો ઉસ્તાદ છે. પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
અત્યાર સુધીના આંકડા અનુસાર પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 35 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સના નામે હતો. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 34 સિક્સર ફટકારી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ
ઋષભ પંત- 35*
વિવિયન રિચર્ડ્સ- 34
ટિમ સાઉદી- 30
યશસ્વી જયસ્વાલ- 27
શુભમન ગિલ- 26
આ યાદીમાં શુભમન ગિલ અને યશસ્વીનું નામ પણ ટોપ-5માં જ સામેલ છે. એવામાં આ બંને ખેલાડી પણ આગામી સમયમાં સૂચિમાં ઉપર જઈ શકે છે.