Get The App

IPL 2025: રોમાંચક મેચમાં છેલ્લા બોલે 1 રને જીત્યું KKR, પ્લેઓફની આશા જીવંત

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
KKR vs RR


KKR Beat Rajasthan Royals by 1 Run : IPL 2025માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાઈ હતી. આ મેચમાં KKRની ટીમે 206 રન ફટકાર્યા. જે બાદ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી રિયાન પરાગ ધુંઆધાર બેટિંગ કરી હતી. રોમાંચક મેચ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રૉયલ્સને 1 રનથી મ્હાત આપી. રાજસ્થાન રૉયલ્સ 20 ઓવરમાં 205 રન જ ફટકારી શકી. જીતની સાથે KKR IPLની પ્લેઓફમાં જઈ શકે તેવી શક્યતાઓ જીવંત છે. 

રાજસ્થાન રૉયલ્સની બેટિંગની શરૂઆત ખરાબ રહી હતી. વૈભવ સૂર્યવંશી 4 રન બનાવી આઉટ થયો. કુણાલ સિંહ રાઠોડ ખાતું પણ ખોલી શક્યો નહીં અને 8 રન પર 2 વિકેટ પડી ગઈ. યશસ્વી જયસ્વાલ 21 બોલમાં 34 રન ફટકારી આઉટ થયો. અડધી ટીમ 71 રન પર પવેલીયનભેગી થઈ ગઈ હતી. 

6 બોલમાં 6 છગ્ગા

રિયાન પરાગે એક ઓવરમાં 5 અને સતત 6 છગ્ગા ફટકાર્યા. 13મી ઓવરમાં બીજા બોલથી ઓવરની સમાપ્તિ સુધી સતત 5 સિક્સર ફટકારી. પછી 14મી ઓવરમાં પહેલા બોલ પર હેટમાયરે એક રન લીધો અને પોતાનો વારો આવતા જ રિયાન પરગે ફરી સિક્સર ફટકારી હતી. 

સદી ચૂક્યો રિયાન પરાગ

આજની મેચમાં રિયાન પરાગ 45 બોલમાં 6 ચોગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા, જોકે તે સદી પૂર્ણ કરી શક્યો નહીં. પરાગ 45 બોલમાં 95 રન બનાવીને આઉટ થયો હતો. 

Tags :