| (IMAGE - IANS) |
Khushi Mukherjee on Suryakumar Yadav: ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અત્યારે બે વિપરીત કારણોસર ચર્ચામાં છે. એક તરફ સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી ખુશી મુખર્જીએ સૂર્યા વિશે એક ચોંકાવનારું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ સૂર્યા તેની પત્ની સાથે ભક્તિભાવમાં ડૂબેલા જોવા મળ્યા છે.
ખુશી મુખર્જીનો વિવાદાસ્પદ દાવો
MTV સ્પ્લિટ્સવિલા ફેમ અને પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી અભિનેત્રી ખુશી મુખર્જીએ તાજેતરમાં એક ઈવેન્ટમાં દાવો કર્યો હતો કે સૂર્યકુમાર યાદવ તેની સાથે સંપર્કમાં હતો. જ્યારે એક રિપોર્ટરે તેને ક્રિકેટરને ડેટ કરવા વિશે પૂછ્યું, ત્યારે ખુશીએ કહ્યું, 'મારે કોઈ ક્રિકેટરને ડેટ નથી કરવો. ઘણા ક્રિકેટરો મારી પાછળ રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પહેલા મને ઘણા મેસેજ કરતો હતો, પરંતુ હવે અમારી વચ્ચે કોઈ વાતચીત નથી. તેમજ મને કોઈની સાથે નામ જોડીને લિંક-અપમાં રહેવામાં જરાય રસ નથી.'
સૂર્યા પત્ની સાથે તિરુપતિના શરણે
આ વિવાદો વચ્ચે, સૂર્યકુમાર યાદવ વૈકુંઠ એકાદશીના પવિત્ર અવસરે પત્ની દેવિશા શેટ્ટી સાથે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. સૂર્યાએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સાદગીપૂર્વક ભગવાનની પૂજા અર્ચના કરી હતી. મંદિરના પુજારીઓએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને તિરુપતિ દેવસ્થાનમ દ્વારા તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: IND W vs SL W: ભારતે શ્રીલંકાને 15 રનથી હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા 5-0થી સીરિઝ જીતી
T20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત કેપ્ટન
ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેની કેપ્ટન્સી હેઠળ ભારતે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં 3-1થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે સૂર્યાનું આગામી લક્ષ્ય 7 ફેબ્રુઆરીથી શરૂ થતો T20 વર્લ્ડ કપ છે. આ મેગા ઈવેન્ટ પહેલા, જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી 5 T20 સીરીઝ સૂર્યકુમાર અને ટીમ ઇન્ડિયા માટે તૈયારીઓના ભાગરૂપે અત્યંત નિર્ણાયક સાબિત થશે. વર્લ્ડ કપના મિશન પર નીકળેલી ભારતીય ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેનો આ પડકાર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.


