Get The App

IND W vs SL W: ભારતે શ્રીલંકાને 15 રનથી હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા 5-0થી સીરિઝ જીતી

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
IND W vs SL W: ભારતે શ્રીલંકાને 15 રનથી હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા 5-0થી સીરિઝ જીતી 1 - image


Image Source: IANS

India Women vs Sri Lanka Women: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે(30 ડિસેમ્બર) તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાને અંતિમ T20 મેચમાં 15 રનોથી હરાવ્યું. આ જીત સાથે જ ભારતીય ટીમે સીરિઝ 5-0થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે શ્રીલંકાને 176 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. હરમનપ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 160 રન જ બનાવી શકી. ભારતીય ટીમની આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતને આગામી વર્ષ એટલે કે 2026માં T20 વર્લ્ડકપ રમાવાનો છે. તેની તૈયારી માટે આ સીરિઝ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.

શ્રીલંકાનું બેટિંગ પ્રદર્શન

176 રનના જવાબમાં શ્રીલંકાની શરૂઆત નબળી રહી, બીજી ઓવરમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુ આઉટ થઈ ગઈ. તેના ફક્ત 2 રન બનાવ્યા. જોકે, ત્યારબાદ હસીની પરેરા અને દુલ્હાની વચ્ચે એક નોંધપાત્ર ભાગીદારી બની. આ જોડીએ સ્કોર 86 સુધી પહોંચાડ્યો અને ભારતને 12મી ઓવરમાં બીજી સફળતા મળી. જ્યારે દુલ્હાનીની વિકેટ પડી. પરંતુ પરેરા એક છેડે ટકી રહી. તેણે 17મી ઓવરમાં 65 રન બનાવ્યા અને પછી આઉટ થઈ. શ્રીલંકાને જીતવા માટે 20 બોલમાં 44 રનની જરૂર હતી. શ્રીલંકાને છેલ્લી બે ઓવરમાં 34 રનની જરૂર હતી. જોકે, શ્રીલંકા ફક્ત 160 રન જ બનાવી શક્યું, અને ભારતે 15 રનથી મેચ જીતીને સીરિઝ 5-0થી પોતાના નામે કરી.

ભારતની બેટિંગ

સ્મૃતિ મંધાના આ મેચમાં રમી ન હતી. જી. કમલિનીને તેના સ્થાને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. જોકે, ભારતની શરૂઆત સારી નહોતી. શેફાલી વર્મા બીજી ઓવરમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ ડેબ્યૂ કરનાર કમલિનીએ ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાંચમી ઓવરમાં 12 રન બનાવીને તેની વિકેટ ગુમાવી દીધી. આ પછી ભારતની વિકેટો પડતી રહી. જોકે, હરમનપ્રીતે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે મુશ્કેલ સમયમાં ધીરજ બતાવી અને બાદમાં વિસ્ફોટક બેટિંગ રમી. હરમનપ્રીતે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ અરુંધતિ રેડ્ડીએ 11 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગની મદદથી ભારતે શ્રીલંકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો.