Get The App

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 ખેલાડી થયા નિરાશ, બેને તો ડેબ્યૂની તક જ ના મળી...

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 ખેલાડી થયા નિરાશ, બેને તો ડેબ્યૂની તક જ ના મળી... 1 - image
Images Sourse: IANS

Ind VS Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈગ 11માં ચાર ફેરફારો જોવા મળ્યા હતા. વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલને સીરિઝમાં પહેલીવાર તક મળી છે.આ ઉપરાંત પ્રસિધ કૃષ્ણ, આકાશ દીપ અને કરુણ નાયર ટીમમાં સ્થાન મળ્યું છે.

અર્શદીપ અને અભિમન્યુને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું નથી

ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝમાં કુલ 16 ખેલાડીઓને તક આપી હતી. આ મેચમાં 11 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે જસપ્રીત બુમરાહ, રિષભ પંત, અંશુલ કંબોજ, નીતિશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુરે પણ મેચ રમી હતી. જો કે,અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને અભિમન્યુ ઈશ્વરન આખી સીરિઝમાં એક પણ મેચ રમી શક્યા નથી.

આ પણ વાંચો: IND vs ENG : શુભમન ગિલે ઈતિહાસ રચ્યો, ગાવસ્કર, સોબર્સ, કોહલી પાછળ છોડી બન્યો નં.1

અર્શદીપ સિંહ અને અભિમન્યુ ઈશ્વરને હજુ સુધી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું નથી. નોંધનીય છે કે, આ પ્રવાસમાં અર્શદીપ સિંહ ટેસ્ટ મેચ રમવાની નજીક હતો. પરંતુ અર્શદીપને એજબેસ્ટન ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં તક મળી શકી હોત, પરંતુ ટીમ મેનેજમેન્ટે અનુભવના આધારે આકાશ દીપને પ્રાથમિકતા આપી હતી.

અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થયો હતો

ઉલ્લેખનીય છે કે, અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાં રમવાનું નક્કી હતું, પરંતુ ટ્રેનિંગ સેશન દરમિયાન તેને ઈજા પહોંચી હતી. આવી સ્થિતિમાં અંશુલ કંબોજને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. ફરી એકવાર પાંચમી ટેસ્ટમાં તેના રમવાની ચર્ચા થઈ હતી. ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ આ વાતનો સંકેત આપ્યો હતો, પરંતુ અંતે પ્રસિધ કૃષ્ણને તેના કરતાં વધુ પસંદગી આપવામાં આવી.

કુલદીપ યાદવને ટીમમાં કેમ ના મળ્યું સ્થાન?

કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળી શકે તેવા અહેવાલો હતો, તે આ ટેસ્ટ સીરિઝમાં ઓછામાં ઓછી એક મેચ ચોક્કસ રમશે, પરંતુ સારો બોલર હોવા છતાં, તેને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નહીં. કદાચ ટીમ મેનેજમેન્ટ એવો ખેલાડી ઈચ્છતા હતા, જે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે. તેથી જ શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી. ભારતીય ટીમની આ વ્યૂહનીતિ ટીકા થતી રહી, પરંતુ મેનેજમેન્ટ તેના ગેમ પ્લાન પર અડગ રહ્યું.

બીજી તરફ વર્ષ 2021માં જ્યારે ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે અભિમન્યુ ઈશ્વરનની પણ પહેલી વાર ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી હતી. ત્યારથી ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ તેણે પોતાનું ડેબ્યૂ કર્યું નથી. ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં, અભિમન્યુ ફરી એકવાર ટેસ્ટ ડેબ્યૂથી ચૂકી ગયો. જ્યારે અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને પ્લેઇંગ 11 માં રાખવાની ચર્ચા થઈ રહી હતી, ત્યારે અભિમન્યુ વિશે બહુ ઓછી ચર્ચા થઈ હતી. અગાઉ અભિમન્યુ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ માટે એક પણ મેચ રમી શક્યો ન હતો.

Tags :