Get The App

ભારત ભલે જીત્યું પણ પંડ્યાએ ધોની પાસેથી શીખવા જેવું : કપિલ દેવે જુઓ શું શિખામણ આપી

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
ભારત ભલે જીત્યું પણ પંડ્યાએ ધોની પાસેથી શીખવા જેવું : કપિલ દેવે જુઓ શું શિખામણ આપી 1 - image


Champions Trophy 2025: ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 48.1 ઓવરમાં હાંસલ કરી લીધો. પૂર્વે ભારતીય કેપ્ટન કપિલ દેવે મેચ બાદ નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય ટીમના આજના પ્રદર્શનના કેટલાક પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ અંગે વાત કરી.

ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કપિલ દેવે કહ્યું કે, 'ઈન્ડિયન ટીમે આજે મોટી કેલ્ક્યૂલેટિંગ ક્રિકેટ રમી. આજે સૌથી મહત્ત્વનું એ છે કે ભારતે કઈ રીતે આ મેચ જીતી. જીત ખુબ શાનદાર હોય છે. કેટલાક પોઈન્ટ્સ છે જે હું તમારી સાથે ડિસ્કસ કરવા માગુ છું.'

આ પણ વાંચો: ભારતનો ઓસ્ટ્રેલિયા સાથે 14 વર્ષથી બાકી બદલો અમદાવાદ પછી આજે પૂરો થયો, જીત સાથે કરી પાંચ મોટી કમાલ

'હાર્દિકે ધોની પાસેથી શીખવું જોઈએ'

કપિલ દેવે કહ્યું કે, 'વિરાટ કોહલીને આ રીતે આઉટ થતા નથી જોયો કારણ કે વિરાટ કોહલી મેચ ફિનિશ કરીને આવે છે. તેનાથી વધુ ખરાબ લાગ્યું જ્યારે હાર્દિક પંડ્યાને આઉટ થતો જોયો. તેમણે ધોની પાસેથી શીખવું જોઈએ. જો તમારે 12 રન બનાવવા છે અને 18 બોલ છે તો 10 રન બનાવવામાં 12 બોલ છે તો તમે એક-એક કરીને રન બનાવ્યા. કોન્ફિડેન્સ ત્યારે આવે છે જ્યારે તમે જીતીને બહાર આવો છો. જો હાર્દિક પંડ્યા જીતીને બહાર આવ્યા હોત તો મને સારું લાગ્યું હોત. આ બે નેગેટિવ પોઈન્ટ્સ છે.'

'અમે 300 અથવા 290નું વિચારી રહ્યા હતા'

કપિલ દેવે કહ્યું કે, 'જો પોઝિટિવ જોવામાં આવે તો દરેક જગ્યાએ પોઝિટિવ છે. એક સમયે આપણે 300 કે 290નું વિચારી રહ્યા હતા પરંતુ સ્પિનર્સે વાપસી કરી. આખી ટીમ એકજુટ થઈને રમી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમને 50 ઓવર પહેલા આઉટ કરી. ત્યારબાદ જે કોન્ફિડેન્સથી તમે ડ્રેસિંગ રૂમમાં જાઓ છો... પછી જ્યારે બેટિંગ આવી તો ભારતીય ટીમે ખુબ જ સેન્સિબલ ક્રિકેટ રમી.'

આ પણ વાંચો: સ્ટમ્પ પર બોલ અથડાયો, તો પણ આઉટ ન થયો સ્ટીવ સ્મિથ, જાણો કારણ

'શ્રેયસ અય્યર અને અક્ષર ટીમની કરોડરજ્જૂ બન્યા'

તેમણે વધુમાં કહ્યું કે, 'રોહિત થોડા જલ્દી ચાલ્યા ગયા પરંતુ તેમની ભૂલ નથી માનતો કારણ કે આ તેમની રમવાની રીત બની ચૂકી છે. તેમને એટેક જ કરવાનો છે. શુભમન ગિલને લઈને થોડું દુઃખ થયું. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ખુબ સારી ક્રિકેટ રમી. બંને ટીમની કરોડરજ્જૂ બન્યા. તમે વિરાટ અને રોહિતથી આશા કરો છો પરંતુ અક્ષર પટેલ 5 નંબર પર આવીને રમે છે, વકર કોઈ ઉતાવળે કેલ્ક્યૂલેશન કરીને રન બનાવે છે, તે વસ્તુના આજે વખાણ થવા જોઈએ.'

Tags :