Get The App

Champions Trophy 2025: ભારતનો ઓસ્ટ્રેલિયા સાથે 14 વર્ષથી બાકી બદલો અમદાવાદ પછી આજે પૂરો થયો, જીત સાથે કરી પાંચ મોટી કમાલ

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
Champions Trophy 2025: ભારતનો ઓસ્ટ્રેલિયા સાથે 14 વર્ષથી બાકી બદલો અમદાવાદ પછી આજે પૂરો થયો, જીત સાથે કરી પાંચ મોટી કમાલ 1 - image


Champions Trophy 2025: આજે (4 માર્ચ) ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી. ભારતીય ટીમની જીતનું મોટું કારણ વિરાટ કોહલી અને મોહમ્મદ શમી રહ્યા છે. વિરાટ કોહલીએ 84 રનની ઈનિંગ રમી જ્યારે મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી. આ જીત સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલથી બહાર કરી દીધું છે. વર્ષ 2023માં વનડે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મ્હાત આપી હતી. એવામાં આજે ભારતીય ટીમે ભવ્ય જીત મેળવીને ઓસ્ટ્રેલિયાનો બદલો લીધો છે. ત્યારે આ જીત સાથે ભારતીય ટીમે 5 મોટી કમાલ કરી છે.

14 વર્ષ બાદ મળી આવી જીત

ભારતીય ટીમે 14 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ICC ટૂર્નામેન્ટની નોક આઉટ મેચમાં હરાવ્યું છે. 2015 વર્લ્ડ કપ સેમિફાઈનલ, 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાથી માત મળી હતી.

ભારતીય ટીમને છેલ્લી વખત ICC ટૂર્નામેન્ટના નોક આઉટ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા પર જીત 2011 વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં મળી હતી. આ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 260 રન બનાવ્યા હતા. જેને ભારતીય ટીમએ 5 વિકેટથી 47.5 ઓવરમાં જીત મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ યુવરાજ સિંહને મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાને સૌથી મોટો ઝટકો ઓસ્ટ્રેલિયાએ 19 નવેમ્બર 2023એ આપ્યો હતો. ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું અને ભારતીય ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવા સુધી એક પણ મેચ હારી નથી.

સતત ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ

ભારતીય ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે. વર્ષ 2013, 2017 બાદ ભારતીય ટીમ 2025માં ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમ કુલ પાંચમી વખત પહોંચી છે.

રોહિત શર્માની કેપ્ટનશિપ

ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં સતત ચોથી વખત ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 સિવાય વર્લ્ડ કપ 2023, ટી20 વર્લ્ડ કપ 2023માં પણ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

કોહલીની 'વિરાટ' સિદ્ધિ

વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. તેમણે શિખર ધવનના 701 રનનો રેકોર્ડ તોડ્યો. એટલું જ નહીં કોહલી આઈસીસી ટૂર્નામેન્ટની નૉક આઉટ મેચોમાં 1000 રન બનાવનારા પહેલા ખેલાડી બન્યા.

શમીની કમાલ

મોહમ્મદ શમીએ આઈસીસીની નોક આઉટ મેચમાં 21 વિકેટ ઝડપી છે. આ ભારત તરફથી એક રેકોર્ડ છે. શમીએ સેમિફાઈનલમાં સૌથી વધુ 3 વિકેટ ઝડપી.

Tags :