Get The App

ICC ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટે ફરી અવ્વલ સ્થાન હાંસલ કર્યું, જાડેજા-રાહુલને થયો ફાયદો

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
ICC ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટે ફરી અવ્વલ સ્થાન હાંસલ કર્યું, જાડેજા-રાહુલને થયો ફાયદો 1 - image


ICC Rankings In Test Joe Root Became Top Batter: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે ટેસ્ટ બેટિંગ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે આઈસીસી મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ફરી પાછું નંબર વન સ્થાન હાંસલ કર્યું છે. રૂટે ભારત સામેની લોર્ડ્સ ટેસ્ટની ત્રીજી મેચમાં આકર્ષક પર્ફોર્મન્સ આપી માત્ર એક સપ્તાહમાં જ ફરી પાછું અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. આ મેચમાં તેણે 104 અને 40 રન બનાવવાની સાથે ઈંગ્લેન્ડને 22 રનથી જીતાડવામાં મદદ કરી હતી. 

34 વર્ષીય જો રૂટ 888 રેટિંગ સાથે વિશ્વનો નંબર વન ટેસ્ટ બેટર બન્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન 867 રેટિંગ સાથે એક નંબર પાછળ ખસી બીજા ક્રમે પહોંચ્યો છે. કુમાર સંગાકારાએ 2014માં ટોપ ટેસ્ટ બેટર તરીકે 39 વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ સૌથી મોટી વયે આ સિદ્ધિ હાંસલ કરનારો જો રૂટ પહેલો ટોપ ટેસ્ટ બેટર બન્યો છે.  

યશસ્વી અને પંતે ક્રમ ગુમાવ્યો

આઈસીસીની આ યાદીમાં ત્રીજા ક્રમે ઈંગ્લેન્ડનો હેરી બ્રુક છે. ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ અને પાંચમા સ્થાને ભારતના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં ઉમદા બેટિંગ કરી 801નું રેટિંગ હાંસલ કર્યું છે. જો કે, યશસ્વી અગાઉ ચોથા ક્રમે છે. જ્યારે ઋષભ પંતે પણ રેન્કિંગ ગુમાવ્યું છે. તે હવે આ યાદીમાં આટમા ક્રમે છે. 

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીત્યું પણ ICC એ ફટકાર્યો 'ડબલ' દંડ, જાણો શું છે મામલો

જાડેજા આ યાદીમાં પાંચ ક્રમ ઉપર આવ્યો

ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બેસ્ટ ટેસ્ટ બેટરની યાદીમાં નોંધનીય કૂદકો લગાવ્યો છે. તે લોર્ડ્સ ટેસ્ટની ત્રીજી મેચમાં 72 અને બાદમાં 61 રને અણનમ રહ્યો હતો. જેથી આ રેન્કિંગમાં તે પાંચ ક્રમ આગળ વધી 34માં ક્રમે આવ્યો છે. કેએલ રાહુલ પણ પાંચ ક્રમ આગળ વધી 35મો ક્રમ હાંસલ કર્યો છે.

ટેસ્ટ બોલિંગમાં બુમરાહ ટોચ પર

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. બુમરાહ 901 રેન્કિંગ સાથે નંબર વન ટેસ્ટ બોલર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના રબાડા 851 રેટિંગ સાથે બીજા ક્રમે છે.  ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ-5 ખેલાડીમાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડી પેટ કમિન્સ અને જોસ હેઝલવુડ સામેલ છે. જ્યારે પાકિસ્તાનના નોમાન અલી 806 રેટિંગ સાથે પાંચમા ક્રમે છે. 

ICC ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટે ફરી અવ્વલ સ્થાન હાંસલ કર્યું, જાડેજા-રાહુલને થયો ફાયદો 2 - image

Tags :