Sports

...તો બુમરાહને 9 વિકેટ મળી હોત! તેંડુલકરે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજને ટોણો માર્યો

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ઈનિંગ્સને 465 રન પર રોકીને 6 રનની લીડ મેળવી લીધી છે. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના દમ પર ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 6 રનની લીડ મેળવવામાં સફળ રહી છે. બુમરાહના પર્ફોર્મન્સની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે સચિન તેંડુલકરે સોશિયવલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા બુમરાહની પ્રશંસા કરી પરંતુ આ દરમિયાન તેણે બે દિગ્ગજ ખેલાડીઓને ટોણો પણ માર્યો. સચિને યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજાની ખરાબ ફિલ્ડિંગના કારણે તેમને લપેટમાં લીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

...તો બુમરાહને 9 વિકેટ મળી હોત! તેંડુલકરે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજને ટોણો માર્યો

India vs England Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ઈનિંગ્સને 465 રન પર રોકીને 6 રનની લીડ મેળવી લીધી છે. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના દમ પર ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 6 રનની લીડ મેળવવામાં સફળ રહી છે. બુમરાહના પર્ફોર્મન્સની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે સચિન તેંડુલકરે સોશિયવલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા બુમરાહની પ્રશંસા કરી પરંતુ આ દરમિયાન તેણે બે દિગ્ગજ ખેલાડીઓને ટોણો પણ માર્યો. સચિને યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજાની ખરાબ ફિલ્ડિંગના કારણે તેમને લપેટમાં લીધા. તમને જણાવી દઈએ કે, ભારતીય ખેલાડીઓએ આ મેચમાં ઘણી કેચ છોડી જેના કારણે યજમા ટીમ ભારતના સ્કોરની આટલી નજીક પહોંચવામાં સફળ રહી.

બુમરાહની બોલિંગમાં ભારતે 4 કેચ છોડી

બુમરાહની બોલિંગમાં ભારતે 4 કેચ છોડી હતી, જેમાંથી ત્રણ યશસ્વી જયસ્વાલના અને એક રવીન્દ્ર જાડેજાનો હતો. હેરી બ્રુકને કુલ ત્રણ વખત જીવનદાન મળ્યું, તેના બે કેચ 46 અને 82 ના વ્યક્તિગત સ્કોર પર છૂટ્યા અને જ્યારે તેનું ખાતું પણ ખુલ્યું ન હતું, ત્યારે બુમરાહે તેને નો બોલ પર આઉટ કર્યો હતો. જોકે, તેમ છતાં બ્રુક સદી ફટકારી શક્યો નહીં અને 99ના સ્કોર પર પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો. જોકે, તે આઉટ થયો ત્યાં સુધીમાં તે ભારતને ઘણું નુકસાન પહોંચાડી ચૂક્યો હતો. 



સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજોને માર્યો ટોણો

સચિન તેંડુલકરે જસપ્રીત બુમરાહની પ્રશંસામાં લખ્યું કે, અભિનંદન બુમરાહ! એક નો-બોલ અને 3 ગુમાવેલી તક (છૂટેલી કેચ) તમારી અને 9 વિકેટની વચ્ચે ઊભી હતી. 

બુમરાહે કપિલ દેવની બરાબરી કરી

આ જસપ્રીત બુમરાહનો ટેસ્ટ કારકિર્દીમાં 14મો અને વિદેશની ધરતી પર 12મો પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ હતો. આ સાથે જ બુમરાહ હવે વિદેશી ધરતી પર ભારત માટે સંયુક્ત રીતે સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલે દિગ્ગજ કપિલ દેવની બરાબરી કરી લીધી છે. આ 5 વિકેટ ઝડપવાની સાથે બુમરાહએ SENA દેશોમાં 150 વિકેટ પણ પૂર્ણ કરી છે, તે આવું કરનાર પ્રથમ એશિયન બોલર છે.

આ પણ વાંચો: 6 કેચ છોડ્યાં, 109 રનનું નુકસાન કર્યું, કેપ્ટન ગિલને પહેલી જ ટેસ્ટમાં ભારે ન પડી જાય આ ભૂલો

તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસે મેચ પૂરી થાય ત્યાં સુધીમાં ભારતે પોતાની બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 47 રન સાથે ક્રીઝ પર હાજર છે, જ્યારે બીજી તરફ તેનો સાથે કેપ્ટન શુભમન ગિલ આપી રહ્યો છે. ભારત પાસે હજુ 96 રનોની લીડ છે.