Sports

6 કેચ છોડ્યાં, 109 રનનું નુકસાન કર્યું, કેપ્ટન ગિલને પહેલી જ ટેસ્ટમાં ભારે ન પડી જાય આ ભૂલો

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ઈનિંગ્સને 465 રન પર રોકીને 6 રનની લીડ મેળવી લીધી હોય. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની ભૂલો સામે આવી છે. ખાસ કરીને ફિલ્ડિંગ પર સવાલો ઊભા થયા છે. કેપ્ટનશીપ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

6 કેચ છોડ્યાં, 109 રનનું નુકસાન કર્યું, કેપ્ટન ગિલને પહેલી જ ટેસ્ટમાં ભારે ન પડી જાય આ ભૂલો

Images Sourse:FB

India vs England Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ઈનિંગ્સને 465 રન પર રોકીને 6 રનની લીડ મેળવી લીધી હોય. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની ભૂલો સામે આવી છે. ખાસ કરીને ફિલ્ડિંગ પર સવાલો ઊભા થયા છે. કેપ્ટનશીપ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

યશસ્વી જયસ્વાલની ફિલ્ડિંગ શંકાસ્પદ રહી

લીડ્સ ટેસ્ટના ત્રીજા દિવસ ત્રીજા દિવસે ટી બ્રેક પહેલા ભારતના ફિલ્ડરોએ છ કેચ છોડ્યા. નોંધનીય છે કે, વર્ષ 2019 પછી આ પહેલી વાર બન્યું છે જ્યારે ટીમે ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં પાંચ કે તેથી વધુ તકો ગુમાવી હોય. યશસ્વી જયસ્વાલની ફિલ્ડિંગ ખાસ કરીને શંકાસ્પદ હતી. જયસ્વાલને પહેલી ઈનિંગમાં શાનદાર સદી માટે પ્રશંસા મળી હતી, પરંતુ સ્લિપમાં ત્રણ કેચ છોડવા બદલ તેની ટીકા થઈ હતી. ખાસ વાત એ હતી કે ત્રણેય તકો જસપ્રીત બુમરાહના બોલ પર આવી હતી.

મેચના બીજા દિવસે પહેલી તક મળી જ્યારે યશસ્વી જયસ્વાલ બેન ડકેટનો કેચ છોડી દીધો. ડકેટ ત્યારે 15 રન પર હતો અને બાદમાં 62 રન બનાવ્યા. ત્યારબાદ યશસ્વીએ 60 રન પર ઓલી પોપનો કેચ છોડી દીધો અને તે 106 રન બનાવીને આઉટ થયો. ત્રીજા દિવસે તેણે 83 રન પર હેરી બ્રુકનો કેચ છોડી દીધો અને તે 99 રન બનાવીને આઉટ થયો. આ ત્રણ ખેલાડીઓએ કુલ 109 રન ઉમેર્યા, જેનાથી ભારતની લીડ ઘણી મર્યાદિત થઈ ગઈ.

કેપ્ટનશીપ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે

આ મેચમાં શુભમન ગિલની કેપ્ટનશીપ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને બોલરોની પસંદગી અને તેમના ઉપયોગ અંગે. ફિલ્ડિંગ ગોઠવણમાં પણ ખામીઓ જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલ વારંવાર સ્લિપમાં ભૂલો કરી રહ્યો હતો. પરંતુ ગિલે તેને ત્યાંથી દૂર કર્યો નહીં. ઉપરાંત, જ્યારે ઈંગ્લેન્ડ 8 વિકેટ ગુમાવી ચૂક્યું હતું, ત્યારે ગિલે બુમરાહને લાવવામાં મોડું કર્યું. અંતે જ્યારે બુમરાહના હાથમાં બોલ આવ્યો, ત્યારે તેણે ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી દીધું. શાર્દુલ ઠાકુરે આ મેચમાં ફક્ત 6 ઓવર ફેંકી. જ્યારે તેને વધુ ઓવર આપી શકાયા હોત.