|
image source: instagram/ IANS |
Top 5 for Most Test Centuries: ભારત સામે લોડ્સ મેદાનમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે તેના કારકિર્દીની 37ની સેન્ચુરી ફટકારી છે. ગુરુવારે પહેલા દિવસે 99 રન પર નોટ આઉટ થયો હતો. શુક્રવારે બીજા દિવસે તેણે બુમરાહના બોલ ચોકો મારી સેન્ચુર પુરી કરી હતી. હવે તેનું નામ સૌથી વધારે સદી ફટકારનાર ટોપ 5 બેટ્સમેનમાં સામેલ છે.
image source: instagram/ IANS
સચિન તેંડુલકર
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ 'ક્રિકેટના ભગવાન' કહેવાતા સચિન તેંડુલકરના નામે છે. સચિને 200 ટેસ્ટની 329 ઇનિંગમાં 51 સદી ફટકારી છે.
image source: instagram/ IANS
જેક્સ કાલિસ
સૌથી વધારે ટેસ્ટ સદી ફટકારવાની યાદીમાં મહાન ઓલરાઉન્ડર દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ બીજા નંબર પર છે. તેણે 166 ટેસ્ટમાં 280 ઈનિંગ્સમાં 45 સદી ફટકારી છે.
image source: instagram/ IANS
રિકી પોઈંટિંગ
ઓસ્ટ્રેલિયાના રિકી પોઇટિંગ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. તેણે તેના કારકિર્દીના 168 ટેસ્ટના 287 ઈનિંગ્સમાં 41 સદી ફટકારી છે.
image source: instagram/ IANS
કુમાર સંગાકારા
શ્રીલંકાના કુમાર સંગકાર તેના કારકિર્દીમાં 134 ટેસ્ટના 233 ઈનિંગ્સમાં સદી ફટકારી છે. તે સૌથી વધારે ટેસ્ટ સદી ફટકારનારવાની યાદીમાં ચોથા નંબર પર છે.
image source: instagram/ IANS
જો રૂટ
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે ભારત સામે લૉર્ડ્સ ટેસ્ટમાં તેની 37મી સેન્ચુરી ફટકારી હતી. પહેલા દિવસે 99 રન પર નોટ આઉટ રહેલા રૂટે બીજા દિવસે જસપ્રીત બુમરાહની બોલ પર ચોગ્ગો ફટકારીને શતક પુરી કરી હતી. ભારત સામે તેની 11મી સદી ફટકારી હતી. જોકે તે104 રન બનાવી બુમરાહના બોલ આઉટ થયો. તેને ઑસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથને પાછળ છોડીને સૌથી વધુ ટેસ્ટ શતક ફટકારનારા ટોચના 5 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો.
image source: instagram/ IANS
સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે 118 ટેસ્ટની 210 ઈનિંગ્સમાં 36 સદી ફટકારી છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના પણ 36 ટેસ્ટ સદી છે.પણ તેણે 164 ટેસ્ટની 286 ઈનિંગ્સ રમી હતી. સૌથી વધારે ટેસ્ટમાં સદી ફટકારનાર ટોપ 6 અને ટોપ 10 બેટ્સમેનમાં સ્મિથ સિવાય માત્ર જો રુટ છે જે અત્યારે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે.