Updated: May 24th, 2023
![]() |
Image:Twitter |
IPL 2023ના પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત સામે ચેન્નઈનો 15 રને વિજય થયો હતો. આ મેચમાં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે રવિન્દ્ર જાડેજાને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ મળ્યો હતો. પરંતુ ફેન્સ દ્વારા શ્રેય ધોનીને અપાયો, તેના પગલે જાડેજાની નારાજગી સામે આવી તેવી ચર્ચા છે. આ વાતનો ઈશારો જાડેજાએ પણ પોતાના ટ્વિટર પર આપ્યો હતો. તેણે પોતાના ઍવોર્ડની તસવીર શૅર કરતા લખ્યું કે કેટલાંક ફેન્સ નથી જાણતા, પરંતુ અપસ્ટોક્સ જાણે છે.
Upstox knows but..some fans don’t 🤣🤣 pic.twitter.com/6vKVBri8IH
— Ravindrasinh jadeja (@imjadeja) May 23, 2023
ફેન્સ જાડેજાના આઉટ થવાની પ્રાર્થના કરતા હોય છે
જાડેજાએ ટ્વીટ કર્યું કે IPLના પ્રાયોજકો પણ જાણે છે કે તે સૌથી મૂલ્યવાન ખેલાડી છે પરંતુ કેટલાક ફેન્સ નથી જાણતા. જાડેજાના આ ટ્વીટને ચેન્નઈ સુપર કિંગ્સ પરના હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે. જાડેજાએ આ સિઝનમાં એક મેચ દરમિયાન કહ્યું હતું કે જ્યારે પણ તે બેટિંગ કરવા આવે છે ત્યારે ચેન્નઈના ફેન્સ તેના આઉટ થવાની પ્રાર્થના કરતા હોય છે જેથી કરીને એમએસ ધોની તેની પાછળ બેટિંગ કરવા આવે.
ધોની સાથે અણબનાવ બાદ જાડેજાએ કર્યું હતું ટ્વિટ
ધોની સાથે રવિન્દ્ર જાડેજાના અણબનાવના સમાચાર પણ સામે આવી રહ્યા છે. દિલ્હી સામેની જીત બાદ ધોની અને જાડેજા વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં જાડેજા નાખુશ દેખાઈ રહ્યો હતો. મેચના બીજા જ દિવસે જાડેજાએ એક પોસ્ટ મુકી હતી જેમાં તેણે લખ્યું હતું કે પોતાના કર્મોનું ફળ વહેલા કે મોડેથી મળશે.