750 દિવસ બાદ ભારતના સ્ટાર ખેલાડીની વાપસી! એક સમયે BCCIએ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂક્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ishan Kishan Returns To Team India : ઝારખંડ માટે અલગ-અલગ ઘરેલુ પ્રતિયોગિતામાં સારા એવા રન કરવાનું ઈશાન કિશનને ફળ મળ્યું છે. એક સમયે BCCIએ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂકેલા ઈશાનને 750 દિવસ બાદ ટીમ ઈન્ડિયાએ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ઈશાને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. હરિયાણા સામેની ફાઈનલમાં તેણે ધમાકેદાર સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયામાં કઈ રીતે સિલેક્ટ થયો ઈશાન કિશન?
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ટીમમાં વાપસી કરવાનો કોઈ એવો મોંકો ઈશાને છોડ્યો નથી. જેમાં ઈશાને બુચ્ચી બાબુ ટુર્નામેન્ટ 2024માં ઝારખંડ માટે પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. આ પછી 2024માં ઈશાને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે તેને દલીપ ટ્રોફીમાં તક મળી, ત્યારે તે ઇન્ડિયા સી માટે રમ્યો અને ઇન્ડિયા બી સામે 111 રનની શાનદાર ઇનિંગ રમ્યો હતો.
આટલાં સુધી સિમિત ન રહીને ઈશાન કાઉન્ટીમાં રમવાનો નિર્ણય કર્યો. ત્યારબાદમાં તાજેતરમાં ઈશાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટમાં ઈશાન કિશને ઝારખંડની કેપ્ટનશીપ કરી અને 10 મેચમાં 197.32 ના સ્ટ્રાઇક રેટથી 517 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. કિશનના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયામાં ફરીથી મોંકો આપવામાં આવ્યો છે.
આ કારણે ઈશાનને મળી જગ્યા
ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં બેક-અપ વિકેટકીપર અને ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જેમાં સંજુ સેમસન પહેલા વિકેટકીપરની ભૂમિકા નીભાવશે. સંજુ હવે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરશે. કારણ કે, શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી. આ ઉપરાંત, સાઉથ આફ્રિકા સામે પાંચ T20 મેચમાં સીરિઝ રમનારા જિતેશને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
ઈન્ડિયાની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ.








