સિડનીને અલવિદા... ભારત પરત ફરતા પહેલા હિટમેન રોહિત શર્માની ભાવુક પોસ્ટ વાઇરલ

Rohit Sharma: ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની ત્રણ મેચની વનડે સીરિઝ પૂરી થઈ, આ સીરિઝ ઓસ્ટ્રેલિયાએ જીતી પણ આકર્ષણનું કેન્દ્ર ROKO જોડી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો. તેણે અણનમ રહી સદી ફટકારી હતી. વિરાટ કોહલી પણ અંતિમ મેચમાં દમદાર રમી ચાહકોનું દિલ જીતી લીધુ હતું. રોહિત અને વિરાટ કોહલી જે રીતે રમ્યા તેનાથી 2027 વર્લ્ડ કપ માટે તેમની આશા જીવંત રહી.
હવે, આ સીરિઝ પછી, રોહિત શર્મા ઘરે પરત ફર્યો છે. ઘરે પાછા ફરતા પહેલાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં, તેણે લખ્યું, 'છેલ્લી વખત સિડનીને ગુડબાય.' ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે સિડનીમાં રમાઈ હતી, જ્યાં રોહિતે અણનમ સદી ફટકારી અને ભારતને 9 વિકેટથી વિજય અપાવ્યો હતો.
રોહિત અને કોહલીની ધુંઆધાર બેટિંગ
આ સીરિઝની અંતિમ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ધુઆંધાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ આ સીરિઝ સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 50 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે ટેસ્ટમાં 12 સદી ફટકારી હતી. રોહિતે અંતિમ મેચમાં 125 બોલમાં 121 રન ફટકારી અણનમ રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 81 બોલમાં 74 રન ફટકાર્યા હતા. કોહલી અને રોહિતે છેક સુધી બેટિંગ કરી 38.3 ઓવરમાં 237 રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વનડે સદી
વનડેમાં સૌથી વધુ સદી
વિરાટ કોહલી 10 સદી શ્રીલંકા સામે
વિરાટ કોહલી 9 સદી વેસ્ટ ઈન્ડિઝ સામે
સચિન તેંડુલકર 9 સદી ઓસ્ટ્રેલિયા સામે
રોહિત શર્મા 9 સદી ઓસ્ટ્રેલિયા સામે

