Sports

આયરલેન્ડના ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, T20Iના ઈતિહાસમાં સૌથી વધુ ઈનિંગ રમી

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
આયરલેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે T20I ક્રિકેટમાં સૌથી વધુ ઈનિંગ્સમા બેટિંગ કરવાનો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે બાંગ્લાદેશ સામેની બીજી T20I મેચમાં ઈતિહાસ રચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આયરલેન્ડના ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, T20Iના ઈતિહાસમાં સૌથી વધુ ઈનિંગ રમી

Top 5 Players With Most Innings Batted In T20I: આયરલેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે  T20I ક્રિકેટમાં સૌથી વધુ ઈનિંગ્સમા બેટિંગ કરવાનો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે બાંગ્લાદેશ સામેની બીજી T20I મેચમાં ઈતિહાસ રચ્યો છે.

પોલ સ્ટર્લિંગ

આયરલેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે બાંગ્લાદેશ સામેની બીજી T20I મેચમાં બેટિંગ કરવા ઉતરીને T20I ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. તે હવે T20I ઈતિહાસમાં સૌથી વધુ 152 ઈનિંગ્સમાં બેટિંગ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

રોહિત શર્મા

T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માએ પોતાના કરિયરની છેલ્લી ઈનિંગ T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે T20Iમાં 151 ઈનિંગ્સમાં બેટિંગ કરી ચૂક્યો છે. તેણે નિવૃત્તિ લીધાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પોલ સ્ટર્લિંગ તેનો આ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે.

મોહમ્મદ નબી

અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી 135 ઈનિંગ્સ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. નબીએ અત્યાર સુધીમાં T20Iમાં 2417 રન બનાવ્યા છે અને 104 વિકેટ પણ ઝડપી છે.

જોસ બટલર

ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરનું નામ પણ આ યાદીમાં છે. બટલરે અત્યાર સુધીમાં T20Iમાં 132 ઈંનિંગ્સ રમી છે. જેમાં તેણે 35.49ની એવરેથી 3,869 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: શ્રીલંકામાં તબાહી બાદ દિતવાહ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં એલર્ટ, 56 ફ્લાઈટ રદ, વરસાદ શરૂ

મહમુદુલ્લાહ

બાંગ્લાદેશના સૌથી અનુભવી ખેલાડી મહમુદુલ્લાહનું નામ પણ આ યાદીમાં છે. તે T20Iમાં અત્યાર સુધીમાં 130 ઈનિંગ્સમાં બેટિંગ કરી ચૂક્યો છે, જેમાં 2,444 રન બનાવ્યા છે અને 41 વિકેટ ખેરવી છે.