Get The App

IPL ખરેખર મુશ્કેલ છે...' છેલ્લી મેચમાં KKRના બોલરોની ધોલાઈ થતાં કેપ્ટન રહાણેનું નિવેદન

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
IPL ખરેખર મુશ્કેલ છે...' છેલ્લી મેચમાં KKRના બોલરોની ધોલાઈ થતાં કેપ્ટન રહાણેનું નિવેદન 1 - image


IPL 2025: સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025ની પોતાની અને કોલકાતા નાઈટ રાઈડર્સની છેલ્લી લીગ મેચમાં KKRના બોલરોની ધોલાઈ કરી નાખી. KKR અને SRH પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બંનેને માત્ર ચાહકો માટે જ રમવાનું હતું. આ મેચ બાદ SRHના ચાહકો તો ખુશ હતા, પરંતુ કોલકાતાના ચાહકો નિરાશ રહ્યા. બીજી તરફ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ IPLને ખૂબ જ મુશ્કેલ ગણાવી દીધી અને કહ્યું કે આ ફોર્મેટ ખરેખર તમારી કસોટી કરે છે.

અમે બોલિંગ કરતી વખતે કેટલીક ભૂલો કરી

અજિંક્ય રહાણેએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, 'મને લાગે છે કે તેઓએ ખરેખર સારી બેટિંગ કરી. હા, અમે બોલિંગ કરતી વખતે કેટલીક ભૂલો કરી હતી, પરંતુ જે રીતે તેમણે બેટિંગ કરી, તેમણે તમામ ખરાબ બોલનો ફાયદો ઉઠાવ્યો અને સારા બોલને પણ હિટ કર્યા. શ્રેય SRH બેટ્સમેનોને જાય છે, તેમનો ઈન્ટેન્ટ ખરેખર શાનદાર હતો. અમે સ્લોઅર બોલ, આઉટસાઈડ, વાઈડર સ્લોઅર બોલ ફેંકવા વિશે પણ ચર્ચા કરી હતી, પરંતુ ક્યારેક-ક્યારેક જો બોલરો યોજનાને સારી રીતે અમલમાં ન મૂકે, તો ક્લાસેન જેવા બેટ્સમેન તમારા પર હાવી રહે છે.' 

આ પણ વાંચો: IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનનથી હરાવ્યું, ક્લાસેન-ટ્રેવિસની શાનદાર બેટિંગ

IPL ખરેખર મુશ્કેલ છે

રહાણેએ આગળ કહ્યું કે, 'અમે અમારા એગ્જક્યુશન પાર્ટમાં નબળા હતા, પરંતુ એક બોલિંગ યુનિટ તરીકે સમગ્ર ઈનિંગ્સ દરમિયાન ઘણી ભૂલો પણ કરી. આખી સીઝિનમાં અમારી પાસે પોતાની ક્ષણો હતી, અમારી પાસે અમારી તકો હતી, 2-3 નજીકની ગેમ હતી, જેના માટે અમને લાગ્યું કે અમે એક ટીમ તરીકે, એક યુનિટ તરીકે સારું ન રમ્યા. આ ઉપરાંત અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, અમે અમારું સર્વ શ્રેષ્ઠ આપ્યું. આવા ફોર્મેટમાં તમારે હંમેશા સ્વિચ ઓન કરવું પડે છે. આ ફોર્મેટ ખરેખર મુશ્કેલ છે, આ IPL ખરેખર મુશ્કેલ છે. અમે કદાચ પોઈન્ટમાં નંબર વન કે નંબર 2 પર હોત, પરંતુ કેટલીક તકો ગુમાવી દીધી. આ સીઝનમાંથી ઘણું શીખવા મળ્યું. તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. અમે આવતા વર્ષે વધુ મજબૂતીથી વાપસી કરીશું.'

Tags :