Get The App

દિલ્હી કેપિટલ્સનો સતત બીજો પરાજય, ગુજરાત ટાઇટન્સે છ વિકેટે મેચ જીતી

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા

જવાબમાં ગુજરાતે 18.2 ઓવરમાં ચાર વિકેટે 163 રન બનાવીને મેચ જીતી

Updated: Apr 4th, 2023

GS TEAM

Google News
Google News
દિલ્હી કેપિટલ્સનો સતત બીજો પરાજય, ગુજરાત ટાઇટન્સે છ વિકેટે મેચ જીતી 1 - image


IPLની 16મી સિઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સનો પરાજય થયો છે. તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે છ વિકેટે પરાજય મેળવ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.2 ઓવરમાં ચાર વિકેટે 163 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

દિલ્હી કેપિટલ્સને મળી ચોથી સફળતા

મિશેલ માર્શે ગુજરાત ટાઇટન્સને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે 14મી ઓવરના બીજા બોલ પર વિજય શંકરને lbw આઉટ કર્યો હતો. શંકર 23 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો.

દિલ્હી કેપિટલ્સને મળી ત્રીજી સફળતા

ગુજરાત ટાઇટન્સને છઠ્ઠી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા પાંચ રન બનાવીને આઉટ થયો હતો. ખલીલ અહેમદે તેની વિકેટ ઝડપી હતી.

ગુજરાતને લાગ્યો બીજો ઝટકો 

ફરી એક વિકેટ એનરિચ નોર્ટજે લઇ ગુજરાત ટાઇટન્સને બીજો ઝટકો આપ્યો હતો. તેણે શુભમન ગિલને પાંચમી ઓવરના પહેલા બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.

દિલ્હી કેપિટલ્સને મળી પહેલી સફળતા

એનરિચ નોર્ટજે ગુજરાત ટાઇટન્સને પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે ત્રીજી ઓવરના પહેલા બોલ પર રિદ્ધિમાન સાહાને ક્લીન બોલ્ડ કર્યો હતો. સાહાએ સાત બોલમાં 12 રન બનાવ્યા હતા.

ગુજરાત જાયન્ટ્સને મળી સાતમી સફળતા 

અમન ખાન રાશિદની બોલિંગમાં આઉટ થયો. 

ગુજરાત જાયન્ટ્સને મળી છઠ્ઠી સફળતા 

રાશિદ ખાને ફરી એક વિકેટ ઝડપી દિલ્હી કેપિટલ્સને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. તેણે 17મી ઓવરના બીજા બોલ પર સરફરાઝ ખાનને આઉટ કર્યો. સરફરાઝ 34 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો.

દિલ્હીને પાંચમો ઝટકો લાગ્યો

રાશિદ ખાને દિલ્હી કેપિટલ્સની પાંચમી વિકેટ લીધી હતી. તેણે 13મી ઓવરના બીજા બોલ પર અભિષેક પોરેલને ક્લીન બોલ્ડ કર્યો હતો.

અલ્ઝારી જોસેફે બે બોલમાં બે વિકેટ ઝડપી

અલ્ઝારી જોસેફે કેપ્ટન ડેવિડ વોર્નરને બોલ્ડ કરી ત્રીજી વિકેટ ઝડપી હતી. તેના બીજા જ બોલ પર જોસેફે વિકેટ લીધી હતી, તેણે રિલી રોસોયુને બાઉન્સર નાખ્યો, જેમાં એડ્જ વાગતા પોઇન્ટ પર રાહુલ તેવટિયાએ શાનદાર કેચ કર્યો હતો.

ગુજરાત જાયન્ટ્સને મળી બીજી સફળતા 

દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો લાગ્યો મિશેલ માર્શના આઉટ થયો. પાંચમી ઓવરમાં મોહમ્મદ શમીના હાથે ક્લીન બોલ્ડ થયો હતો.

ગુજરાત જાયન્ટ્સને મળી પહેલી સફળતા 

દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો લાગ્યો છે. ઓપનર પૃથ્વી શૉ 7 રન બનાવીને મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ થયો હતો.

બંને ટીમોના પ્લેઇંગ-11

દિલ્હી કેપિટલ્સ :

 ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિશેલ માર્શ, સરફરાઝ ખાન (વિકેટકીપર), અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, રિલી રોસોવ, અભિષેક પોરેલ, એનરીચ નોર્ટજે.

ગુજરાત ટાઇટન્સ: 

રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. દિલ્હી કેપિટલ્સે બે ફેરફાર કર્યા છે. 

Tags :