Sports

IPL : આજે ફાઈનલની મેચ જોવા જોતા પહેલા જાણી લેજો હવામાનની આગાહી

By GS Team
29 May 20232 mins read
This article was originally published on 29 May 2023
TukuTouch Logo
IPL 2023ની ફાઈનલ મેચ ગઈકાલે યોજાવાની હતી, પરંતુ વરસાદ પડવાના કારણે આખી મેચ ધોવાઈ ગઈ હતી. ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે આ ફાઈનલ મેચનો નિર્ણય રિઝર્વ ડે પર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પરંતુ આજે પણ અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિમાં રિઝર્વ ડે પર પણ આ મેચ યોજવી મુશ્કેલ લાગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL : આજે ફાઈનલની મેચ જોવા જોતા પહેલા જાણી લેજો હવામાનની આગાહી

IPL 2023ની ફાઈનલ મેચ ગઈકાલે યોજાવાની હતી, પરંતુ વરસાદ પડવાના કારણે આખી મેચ ધોવાઈ ગઈ હતી. ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે આ ફાઈનલ મેચનો નિર્ણય રિઝર્વ ડે પર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પરંતુ આજે પણ અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિમાં રિઝર્વ ડે પર પણ આ મેચ યોજવી મુશ્કેલ લાગે છે.

આજે વરસાદની 40 ટકા સંભાવના

Accuweather અનુસાર અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે વરસાદ પડવાની 40 ટકા સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે અને પવનની ગતિ 32 કિમી પ્રતિ કલાક સુધી રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગે આપી ચેતવણી

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો સાંજે વરસાદ પડે તો IPL ફાઈનલમાં ખલેલ પડી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે.  હવામાન વિભાગ અનુસાર ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાઠા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદની સંભાવના

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. આ સાથે ઉત્તર મધ્ય પ્રદેશ અને પાકિસ્તાનની નજીક પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. એકસાથે ત્રણ સિસ્ટમ હોવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાણી સંભાવના છે.

ચેન્નઈ અને ગુજરાતનો હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં અત્યાર સુધીમાં ચેન્નઈ અને ગુજરાતની ટીમ ચાર વખત સામ-સામે રમી ચુકી છે. બંને વચ્ચે કુલ ચાર મેચ રમાઈ છે. જેમાં ગુજરાત ત્રણ અને ચેન્નઈ એક મેચ જીતવામાં સફળ રહી છે.

બંને ટીમોની સ્કોડ

ગુજરાત ટાઈટન્સ

હાર્દિક પંડ્યા (c), રિદ્ધિમાન સાહા (wkt), શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, શ્રીકર ભરત, શિવમ માવી, ઓડિયન સ્મિથ , આર. સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, જયંત યાદવ, દાસુન શનાકા, અભિનવ મનોહર, અલઝારી જોસેફ, દર્શન નલકાંડે, ઉર્વીલ પટેલ, યશ દયાલ

ચેન્નઈ સુપર કિંગ્સ

એમએસ ધોની (c&wkt), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષ્ણ, મતિષા પાથિરાના, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ રણશિદ સેનાપતિ, આકાશ સિંહ, બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, સિસાંડા મગાલા, અજય યાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, રાજવર્ધન સિંહ હંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ