Sports

IND vs ENG: પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ

By GS TEAM
2 Jul 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો એજબેસ્ટનમાં રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ આ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને બદલો લેવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ઉતરી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ

India vs England (Ind vs Eng) 2nd Test 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો એજબેસ્ટનમાં રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ આ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને બદલો લેવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ઉતરી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યા છે.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બુધવારે રમત પૂર્ણ થવા સુધી 5 વિકેટ પર 310 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 99 રનની ભાગીદારી કરી.

શુભમન ગિલની ઐતિહાસિક સદી

સતત બીજી ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેમણે 199 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની સાતમી સદી પૂર્ણ કરી છે. તેઓ શાનદાર ફોર્મમાં નજરે પડી રહ્યા છે. આ ગિલની કેપ્ટન તરીકે બીજી ટેસ્ટ છે અને સતત બીજી સદી છે. જેનાથી તેઓ વિજય હજારે, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની કતારમાં સામેલ થઈ ગયા છે.


ભારતીય ટીમની પ્રથમ દિવસની ઈનિંગ (310/5)

  • શુભમન ગિલ - 114 રન* (216 બોલ)
  • રવિન્દ્ર જાડેજા - 41 રન* (67 બોલ)
  • યશસ્વી જયસ્વાલ - 87 રન (107 બોલ)
  • કરૂણ નાયર - 31 રન (50 બોલ)
  • ઋષભ પંત - 25 રન (42 બોલ)
  • નીતિશ કુમાર રેડ્ડી - 1 રન (6 બોલ)

ઇંગ્લેન્ડની બોલિંગ: ક્રિસ વોક્સે 2 વિકેટ, શોએબ બશીર, બેન સ્ટોક્સ અને બ્રાયડન કાર્સે 1-1 વિકેટ લીધી.

બંને ટીમોની પ્લેઇંગ

ઇંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ-11: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), બ્રાયડન કાર્સ, જોશ ટંગ, ક્રિસ વોક્સ અને શોએબ બશીર.

ભારતીય ટીમની પ્લેઇંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણા.