Get The App

પ્રફુલ-સાકિબની આંધીમાં રાજસ્થાન રોયલ્સ ઉડ્યું, SRHની 57 રને જીત, વૈભવ, યશસ્વી, રિયાનનો ફ્લોપ શૉ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
પ્રફુલ-સાકિબની આંધીમાં રાજસ્થાન રોયલ્સ ઉડ્યું, SRHની 57 રને જીત, વૈભવ, યશસ્વી, રિયાનનો ફ્લોપ શૉ 1 - image

IPL 2026 SRH vs RR: આજે સોમવારે IPL 2026ની 21મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થઈ, ઈશાન કિશનની કેપ્ટન્સીમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 216 રન બનાવ્યા હતા. જીત માટે રાજસ્થાનને 217 રનની જરૂર હતી પણ કેપ્ટન રિયાન પરાગની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદનો આસાનીથી 57 રને વિજય થયો. SRHના બોલરોમાં પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈનએ 4-4 વિકેટ તો એશાન મલિંગાએ બે વિકેટ ઝડપી રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઈનઅપ સંપૂર્ણ પણે ધ્વસ્ત કરી દીધી હતી.

સતત ચાર જીત બાદ RRની પહેલી હાર, તો SRHની બીજી જીત

RCB, PBKS અને LSG સામે હૈદરાબાદ હાર્યું હતું, તેમજ KKR બાદ હવે RR હરાવી SRHએ જોરદાર વાપસી કરી છે. જ્યારે સતત 4 જીત ( RCB, MI, GT અને CSK સામે જીત) બાદ રાજસ્થાન પહેલી વખત હાર્યું છે તેમ છતાં પણ તે પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે.


સ્કોર કાર્ડ

SRH: 216/6(20)

RR: 159(19)

પ્રફુલ હિંગેએ ચટકાવી 4 વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદના પ્રફુલ હિંગેએ પ્રથમ ઓવરમાં જ રાજસ્થાન રોયલ્સના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. પહેલા વૈભવ સૂર્યવંશી અને ત્યારબાદ ધ્રુવ જુરેલ અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ પણ શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. પ્રફુલ હિંગેએ પ્રથમ ઓવરના બીજા જ બોલ પર વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો હતો. સૂર્યવંશી શોર્ટ પિચ બોલ પર પુલ કરવા માંગતો હતો પરંતુ બોલ હવામાં ઊંચો થયો અને કીપરે કેચ પકડી લીધો. હિંગેએ ચોથા બોલ પર ધ્રુવ જુરેલને બોલ્ડ કર્યો અને અંતિમ બોલ પર લુઆન-ડ્રે પ્રિટોરિયસને નીતીશના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્રણેય બેટ્સમેનો ખાતું ખોલાવી શક્યા નહીં. જે બાદ પ્રફુલ્લ હિંગેની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનું બેટિંગ લાઇનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું હતું, જેમાં તેણે કેપ્ટન રિયાન પરાગને આઉટ કરીને ચોથી સફળતા મેળવી હતી. હિંગેના ઓફ-સ્ટમ્પ બહારના ફૂલ અને વાઈડ બોલ પર મોટો ડ્રાઈવ મારવાના પ્રયાસમાં પરાગ માત્ર 4 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. હૈદરાબાદના અભિષેક શર્માએ વાઈડ સ્લિપમાં શાનદાર રિવર્સ કેચ પકડીને રાજસ્થાનની કમર તોડી નાખી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે બોર્ડ પર લગાવ્યા હતા 216-6 રન

સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ઈશાન કિશને સૌથી મોટી ઇનિંગ રમતા 44 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 91 રન સ્કોર કર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 206.82નો રહ્યો હતો. આ સિવાય હેનરિક ક્લાસેને 40 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ માટે જોફ્રા આર્ચરે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

IPL પાવરપ્લે (ઓવર 1-6) માં 4 કે તેથી વધુ વિકેટ

5/12 - ઇશાંત શર્મા (ડેક્કન ચાર્જર્સ) વિરુદ્ધ KTK, કોચી, 2011

4/11 - શોએબ અખ્તર (KKR) વિરુદ્ધ DC, કોલકાતા, 2008

4/9 - અજીત ચંદીલા (RR) વિરુદ્ધ PWI, જયપુર, 2012

4/8 - ધવલ કુલકર્ણી (GL) વિરુદ્ધ RCB, બેંગલુરુ, 2016 Q1

4/29 - પેટ કમિન્સ (KKR) વિરુદ્ધ RR, દુબઈ, 2020

4/16 - દીપક ચાહર (CSK) વિરુદ્ધ KKR, મુંબઈ WS, 2021

4/7 - મોહમ્મદ શમી (GT) વિરુદ્ધ DC, અમદાવાદ, 2023

4/18 - પ્રફુલ હિંગે (SRH) વિરુદ્ધ RR, હૈદરાબાદ, 2026

આ પણ વાંચો: IPL 2026: હારની હેટ્રિકથી નારાજ હાર્દિક પંડ્યાએ MI પ્લેયર્સ પર ગુસ્સો ઠાલવ્યો, જુઓ VIDEO

બન્ને ટીમની પ્લેઇંગ-11

સનરાઈઝર્સ હૈદરાબાદ

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગે, ઇમ્પેક્ટ પ્લેયર: સાકિબ હુસૈન

રાજસ્થાન રોયલ્સ

યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), લુઆન ડેર પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે, ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી.