Shreyas Iyer on Vaibhav Sooryavanshi: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ઉભરતા ખેલાડી વૈભવ સૂર્યવંશીની શાનદાર રમતની ખુલ્લા મને પ્રશંસા કરી છે. લખનઉ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ બાદ અય્યરે વૈભવને 'ફ્યુચર સુપરસ્ટાર' ગણાવતા કહ્યું હતું કે, 'આ યુવા ખેલાડીમાં અદભૂત ટેલેન્ટ છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશી આ સીઝનની સૌથી રોમાંચક સ્ટોરી બનીને ઉભર્યો છે. તેણે અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં 236થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 246 રન ફટકારીને આખા ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. તેની આક્રમક બેટિંગને કારણે રાજસ્થાન રોયલ્સને ટોપ ઓર્ડરમાં મજબૂત શરૂઆત મળી રહી છે.'
વૈભવની ટેકનિક જોઈને શ્રેયસ અય્યર પ્રભાવિત
વૈભવની બેટિંગ ટેકનિક વિશે વાત કરતા અય્યરે જણાવ્યું હતું કે, 'વૈભવનો બેટ ફ્લો, બોલ ફેંકાય તે પહેલાની તેની રિધમ અને મોમેન્ટમ ખરેખર જોવા જેવો હોય છે. તેના વખાણ માટે શબ્દો ઓછા પડે તેમ છે.'
આ પણ વાંચો: 'ભારત ભૂલતું નથી!', પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને 'ઓપરેશન સિંદૂર'ની યાદ અપાવી
અય્યરનું શાનદાર ફોર્મ: પંજાબના કેપ્ટને 6 ઇનિંગ્સમાં ફટકાર્યા 208 રન
નોંધનીય છે કે શ્રેયસ અય્યર પોતે પણ આ સીઝનમાં ફોર્મમાં છે અને તેણે 6 ઇનિંગ્સમાં 208 રન બનાવ્યા છે. અય્યરે યુવા ખેલાડીઓને સલાહ આપતા કહ્યું કે, ક્યારેય કોઈની નકલ કરવાનો પ્રયાસ ન કરો. જ્યારે તમે તમારી પોતાની રીતે નીડર થઈને રમો છો, ત્યારે તમારે કોઈને કોપી કરવાની જરૂર રહેતી નથી. વૈભવની કાબિલિયત જોઈને વિરોધી ટીમના ખેલાડીઓ પણ તેના સંયમ અને શૉટ્સના વખાણ કરતા થાકતા નથી.


