Get The App

RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની 1 - image

Royal Challengers Bangalore Sold: IPLની સૌથી ચર્ચિત ટીમોમાંની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હવે નવા માલિકોના હાથમાં ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને આ ટીમને અંદાજે 1.78 બિલિયન ડોલર (આશરે 16,706 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. આ ડીલ આજે 24 માર્ચ મંગળવારે ફાઈનલ થઈ છે. ખાસ વાત એ છે કે, RCBની આ ડીલ પહેલા રાજસ્થાન રોયલ્સને પણ અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ અંદાજે 15 હજાર કરોડમાં ખરીદી છે. આમ, એક જ દિવસમાં IPLની બે મોટી ટીમોની માલિકી બદલાઈ ગઈ છે.

મેન્સ અને વુમન્સ બંને ટીમોની ભાગીદારી ટ્રાન્સફર

ક્રિકબઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RCBની આ ડીલ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (જે ડિઆજિયોની સબસિડિયરી છે) સાથે થઈ છે, જેમાં RCBની 100 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલમાં IPLની સાથે સાથે WPL (મહિલા ટીમ) પણ સામેલ છે. એટલે કે હવે RCBની મેન્સ અને વુમન્સ બંને ટીમોના માલિક આ 4 ભાગીદારો રહેશે.

આ પણ વાંચો: IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી

RCB: નવી માલિકી હેઠળ મેનેજમેન્ટનું માળખું 

-આર્યમાન વિક્રમ બિરલા (આદિત્ય બિરલા ગ્રુપ) - ચેરમેન

-સત્યાન ગજવાની (ટાઈમ્સ ગ્રુપ) - વાઇસ ચેરમેન

-આ ઉપરાંત આ કન્સોર્ટિયમમાં ડેવિડ બ્લિટ્ઝર (બોલ્ટ વેન્ચર્સ) અને વાયરલ પટેલ (બ્લેકસ્ટોન) પણ સામેલ છે.

મંજૂરી મળવાની બાકી, નવા માલિકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો

જોકે, આ ડીલ અત્યારે કેટલીક શરતો પર નિર્ભર છે. તેને BCCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા અને અન્ય રેગ્યુલેટરી ઓથોરિટીઝ પાસેથી મંજૂરી મળવાની બાકી છે. આ ડીલ અંગે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, IPLએ છેલ્લા 20 વર્ષમાં ક્રિકેટનું ચિત્ર બદલી નાખ્યું છે અને RCB જેવી ટીમ સાથે જોડાવું એ તેમના માટે ગર્વની વાત છે. તેઓ આ ટીમનો વારસો આગળ ધપાવશે. ટાઈમ્સ ગ્રુપના સત્યાન ગજવાનીએ કહ્યું કે, RCB માત્ર એક ટીમ નથી પણ IPLની સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે અને તેમનું લક્ષ્ય તેને ગ્લોબલ સ્પોર્ટ્સ બ્રાન્ડ બનાવવાનું છે. નવા ચેરમેન આર્યમાન બિરલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ટીમ માત્ર મેદાન પર જ નહીં પરંતુ ફેન્સ અને કોમ્યુનિટી સાથે પણ પોતાની 'Play Bold' એપ્રોચ ચાલુ રાખશે અને ટીમને આગામી લેવલ પર લઈ જશે.