Get The App

દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે આપી માત, રિઝવી અને સ્ટબ્સની મેચ વિનિંગ પાર્ટનરશિપ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે આપી માત, રિઝવી અને સ્ટબ્સની મેચ વિનિંગ પાર્ટનરશિપ 1 - image

Lucknow Super Giants vs Delhi Capitals: IPL 2026 ના પાંચમા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે સરળતાથી હરાવી દીધું છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમ માત્ર 141 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 142 રનના આસાન લક્ષ્યને દિલ્હી કેપિટલ્સે 17 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

સ્કોર કાર્ડ

LSG: 141(18.4)

DC: 145/4(17.1)

દિલ્હી કેપિટલ્સ તરફથી તમામ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લુંગી એન્ગિડી અને ટી. નટરાજને 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવને ફાળે 2 વિકેટ ગઈ હતી. એક વિકેટ અક્ષર પટેલે લીધી હતી, જ્યારે ઋષભ પંત રન આઉટ થયો હતો. મુકેશ કુમારને કોઈ વિકેટ ન મળી પરંતુ તેને ત્રણ ઓવરમાં માત્ર 17 રન જ આપ્યા હતા. લખનઉ તરફથી અબ્દુલ સમદે સૌથી વધુ 36 રન જ્યારે મિશેલ માર્શે 35 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 11, મુકેશ ચૌધરીએ 14 અને શાહબાઝ અહેમદે 15 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યો ન હતો. 

રિઝવી અને સ્ટબ્સની મેચ વિનિંગ પાર્ટનરશિપ

એક સમય હતો જ્યારે દિલ્હી કેપિટલ્સની ઈનિંગ ડગમગી હતી હતી, 26 રન પર 4 વિકેટનું પતન થઈ ગયું હતું, બાદમાં સમીર રિઝવી (70 રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (39 રન) વચ્ચેની 119 રનની શાનદાર ભાગીદારીના જોરે ટીમે 6 વિકેટે વિજય મેળવ્યો છે. રિઝવીએ માત્ર 47 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી વિસ્ફોટક બેટિંગ કરી હતી, જ્યારે સ્ટબ્સે જવાબદારીપૂર્વક 32 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. આ બંને યુવા બેટ્સમેનોના દમદાર પ્રદર્શનને કારણે હારેલી બાજી ટીમ જીતી ગઈ હતી.

આ પણ વાંચો: ‘IPLમાં જોઈએ એટલા પૈસા નથી મળતા!’, પાકિસ્તાનમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીની ટિપ્પણીથી વિવાદ

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)

રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ, ઇમ્પેક્ટ પ્લેયર: શાહબાઝ અહમદ.

દિલ્હી કેપિટલ્સ (DC)

અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન, ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી.