Pakistan Super League Controversy : IPLની સફળતા અને પાકિસ્તાન સુપર લીગ (PSL) ની સતત નિષ્ફળતા વચ્ચે હવે પાકિસ્તાન નીચલા સ્તરના હથકંડા અપનાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પોતાની લીગને પ્રમોટ કરવા અને આઈપીએલને નીચું દેખાડવા માટે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝામ્પાનો સહારો લીધો છે.
એડમ ઝામ્પાનું આશ્ચર્યજનક નિવેદન
પાકિસ્તાની ન્યૂઝ ચેનલના પોડકાસ્ટમાં ઝેમ્પાએ એવું આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે કે, ‘ભારતમાં ખેલાડીઓને તેમની પ્રતિભા મુજબ યોગ્ય વળતર મળતું નથી. આઈપીએલમાં રમવું સમજદારીભર્યું લાગતું નથી કારણ કે ત્યાં વિતાવેલા સમય સામે પૂરતા પૈસા મળતા નથી.’ જોકે, હકીકત એ છે કે ઝેમ્પાને કરાચી કિંગ્સે માત્ર 1.51 કરોડ ભારતીય રૂપિયામાં સાઈન કર્યો છે, જે આઈપીએલના ટોચના ખેલાડીઓના વેતન સામે ખૂબ જ ઓછી રકમ છે.
🚨 ADAM ZAMPA OPENES UP WHY HE CHOSE TO PLAY PSL OVER IPL: 🇵🇰>🇮🇳
— Abdullah. (@Abdullahh_56) March 31, 2026
Adam Zampa said, "I pulled out of the IPL this year. To be brutally honest, for someone with my skill set, I just don’t get the money that is there for other skill sets. And for the amount of time that the IPL… pic.twitter.com/7nhawPpnEX
આ પણ વાંચો : ‘મેં 5-6 વર્ષમાં 130 વિકેટો લીધી, છતાં મને T20 બોલર નથી સમજતા...’, શમીનું દર્દ છલકાયું
PSL વિવાદોને કારણે વધુ ચર્ચામાં
પીએસએલ અત્યારે મેદાન પરના પ્રદર્શન કરતા મેદાન બહારના વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. અનેક વિદેશી ખેલાડીઓએ ખાનગી કારણો આપીને આ લીગમાં રમવાની ના પાડી દીધી છે, જ્યારે કેટલાક ખેલાડીઓ તો અધવચ્ચેથી ટૂર્નામેન્ટ છોડીને આઈપીએલમાં જોડાઈ ગયા છે.
કોમેન્ટેટર PSL છોડી IPLમાં આવી ગયા
કોમેન્ટેટર નિક નાઈટે પણ આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળતા જ પીએસએલ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે પીએસએલ બંધ દરવાજા પાછળ ખાલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેના કારણે આયોજકોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. લીગમાં બોલ ટેમ્પરિંગ જેવા ગંભીર વિવાદો પણ સામે આવ્યા છે, જે પાકિસ્તાન ક્રિકેટની શિસ્ત પર સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો : IPL 2026 : મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી, લાખોનો દંડ ફટકારાયો


