MI vs CSK: IPL 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ચેન્નાઈની તોફાની બેટિંગ અને ત્યારબાદ શાનદાર બોલિંગ સામે તેમની આખી ટીમ પડી ભાંગી હતી. CSKએ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને મુંબઈને 19 ઓવરમાં માત્ર 104 રનમાં સમેટી દીધું. આ સાથે ચેન્નાઈએ 103 રનથી સરળતાથી મેચ પોતાના નામે કરી લીધી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ ત્રીજી જીત છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સને IPL ઈતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.
સ્કોર કાર્ડ
CSK: 207/6(20)
MI: 104(19)
સંજુ સેમસનની શાનદાર સદી
ચેન્નાઈની ઇનિંગના હીરો સંજુ સેમસન રહ્યા હતો. તેને માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 187 થી વધુનો રહ્યો હતો. સંજુએ એકથી એક ચડિયાતા શોટ્સ રમ્યા અને મુંબઈના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે 22 રન, ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા હતા. ટીમે પાવરપ્લેમાં જ ઝડપી શરૂઆત કરી અને વચ્ચેની ઓવરોમાં પણ રન રેટ જાળવી રાખ્યો, જેના કારણે CSKની ટીમ 207 રન બનાવવામાં સફળ રહી હતી.
પોઈન્ટ ટેબલ પર કરો નજર

મુંબઈ બોલિંગ બાદ બેટિંગ પણ નબળી
આ મોટા ટાર્ગેટના જવાબમાં મુંબઈની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ટીમે 3 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તિલક વર્માએ 37 રન અને સૂર્યકુમાર યાદવે 35 રન બનાવીને લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બંને બેટ્સમેનો પણ કંઈ ખાસ કરી શક્યા નહીં. જેના કારણે આખી ટીમ 19 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અકીલ હુસૈન-નૂર અહેમદનું જોરદાર પ્રદર્શન
ચેન્નાઈની બોલિંગમાં અકીલ હુસૈન અને નૂર અહેમદે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. અકીલ હુસૈને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમની ઘાતક સ્પિન બોલિંગે મુંબઈની બેટિંગને સંપૂર્ણપણે તોડી નાખી હતી. જ્યારે નૂર અહેમદે 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, જેમી ઓવરટન અને ગુરજપનીત સિંહને 1-1 સફળતા મળી હતી.
આ પણ વાંચો: MI vs CSK: સંજુ સેમસને 54 બોલમાં સદી ફટકારી, ચાલુ સીઝનની બીજી તો IPLની પાંચમી સદી
બન્ને ટીમની પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ
સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને મુકેશ ચૌધરી
મુંબઈ ઈન્ડિયન્સ
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, ક્રિશ ભગત, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર.


