Get The App

અભિષેક-ટ્રેવિસ હેડની તોફાની બેટિંગ, કોલકાતા સામે સનરાઈઝર્સ હૈદરાબાદની 65 રને જીત, KKRની બીજી હાર

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
અભિષેક-ટ્રેવિસ હેડની તોફાની બેટિંગ, કોલકાતા સામે સનરાઈઝર્સ હૈદરાબાદની 65 રને જીત, KKRની બીજી હાર 1 - image

KKR vs SRH, IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની છઠ્ઠી મેચમાં આજે ગુરુવારે (2 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મુકાબલો ખેલાયો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રને હાર આપી છે,  મેચમાં KKRને જીતવા માટે 227 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 16 ઓવરમાં માત્ર 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. IPLમાં KKRની સતત બીજી હાર છે, જ્યારે SRHની એક હાર બાદ પ્રથમ જીત છે.

સ્કોર કાર્ડ

SRH: 226/8(20)

KKR: 161(16)

હૈદરાબાદની ઈનિંગ

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાન પર 226 રન બનાવ્યા હતા. હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મળીને માત્ર 5.4 ઓવરમાં 82 રનની ભાગીદારી નોંધાવી હતી. હેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. હેડની વિકેટ કાર્તિક ત્યાગીએ ઝડપી હતી. ટીમનો કેપ્ટન ઈશાન કિશન ખાસ કંઈ કમાલ કરી શક્યો ન હતો અને 14 રન બનાવી બ્લેસિંગ મુઝારાબાનીનો શિકાર બન્યો હતો. મુઝારાબાનીએ 9મી ઓવરમાં અભિષેક શર્માને પણ આઉટ કર્યો હતો. અભિષેકે 21 બોલમાં 48 રન ફટકાર્યા હતા, જેમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. જ્યારે અભિષેક આઉટ થયો ત્યારે હૈદરાબાદનો સ્કોર 112/3 હતો.

આ પણ વાંચો: Explainer: મુંબઈના ‘વિવિયન રિચર્ડ્સ’નો કરુણ અંત, જાણો તેંદુલકર-કાંબલી યુગના એક ‘મહાન’ ક્રિકેટરનું પતન કેવી રીતે થયું!

કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ

રનચેઝમાં કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ફિન એલન (28 રન, 7 બોલ)ની તોફાની બેટિંગથી થઈ હતી, પરંતુ ત્યારબાદ મિડલ ઓર્ડર પત્તાની જેમ વિખેરાઈ ગયો હતો. અંગકૃષ રઘુવંશીએ 29 બોલમાં 52 રનની લડાયક અડધી સદી ફટકારી ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેની અને રિંકુ સિંહ(35 રન)ની વિકેટ પડતા જ કોલકાતાની આશા ધૂંધળી થઈ ગઈ હતી. કેપ્ટન રહાણે (8 રન) અને કેમરન ગ્રીન(રન આઉટ) જેવા સ્ટાર ખેલાડીઓ ફ્લોપ રહેતા ટીમ નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી KKRની બેટિંગ લાઈનઅપની કમર તોડી નાખી હતી. અંતમાં લોઅર ઓર્ડરના બેટર્સ નિષ્ફળ રહેતા સનરાઇઝર્સ હૈદરાબાદે બેટિંગ બાદ શાનદાર બોલિંગના જોરે મેચ પોતાના નામે કરી હતી.