Get The App

IPL 2026: આ 31 ખેલાડીઓ છે સૌથી ખતરનાક ફિનિશર્સ, જે એકલા હાથે પલટી શકે છે મેચ!

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 match finishers


IPL 2026, Match Finisher: ક્રિકેટની રમતમાં જે ખેલાડી ઇનિંગની શરૂઆત કરે તેને ઓપનર કહેવાય છે, પરંતુ જે ખેલાડી અંત સુધી રમીને જીત અપાવે તેને 'ફિનિશર' કહેવામાં આવે છે. IPL 2026માં પણ આવા 31 ધૂરંધર ખેલાડીઓ છે જે મેચ ખતમ કરવામાં માહેર ગણાય છે. આ તમામ ફિનિશરો લીગની 10 ટીમોમાં વહેંચાયેલા છે. દરેક ટીમ પાસે પોતાની તાકાત મુજબ મેચ ફિનિશ કરવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ ઉપલબ્ધ છે, જે અંતિમ ઓવરોમાં રમતનું પાસું પલટવાની તાકાત રાખે છે.

વિવિધ ટીમો પાસે અંતિમ ઓવરોમાં બાજી પલટવાની ક્ષમતા

સૌથી સફળ ટીમોની વાત કરીએ તો, મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાર્દિક પંડ્યા, નમન ધીર અને વિલ જેક્સ જેવા 3 મોટા ફિનિશર છે. તેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે એમએસ ધોની, શિવમ દુબે, કાર્તિક શર્મા અને ડિવાલ્ડ બ્રેવિસ જેવા 4 મજબૂત ફિનિશરોની ફોજ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પાસે આ વખતે ટિમ ડેવિડ, જિતેશ શર્મા અને રોમારિયો શેફર્ડ જેવા 3 ખેલાડીઓ છે. દિલ્હી કેપિટલ્સ પાસે ડેવિડ મિલર, સમીર રિઝવી અને આશુતોષ શર્મા જેવા મેચ વિનરો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદમાં લાયમ લિવિંગસ્ટન, હેનરિક ક્લાસેન અને અનિકેત વર્મા મેચ ફિનિશ કરતા જોવા મળશે.

આ પણ વાંચો: VIDEO: 'મારા ઘરમાં 2 યુવતીઓ હતી...', LIVEમાં બ્રાવોની જીભ લપસી, રહાણેએ બતાવ્યું- માઈક ચાલુ છે!

IPLની 10 ટીમોમાં 31 ધૂરંધર ખેલાડીઓનો સમાવેશ

ગુજરાત ટાઇટન્સની ટીમમાં જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા અને ગ્લેન ફિલિપ્સ જેવા 3 ફિનિશર છે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ પાસે નિકોલસ પૂરન, આયુષ બદોની અને અબ્દુલ સમદની ત્રિપુટી છે. રાજસ્થાન રોયલ્સ પાસે શિમરોન હેટમાયર, શુભમ દુબે અને ડોનોવન ફરેરા જેવા આક્રમક ખેલાડીઓ છે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં આ વખતે આન્દ્રે રસેલની કમી વર્તાશે, પરંતુ રિન્કુ સિંહ, રમનદીપ સિંહ અને રિકાર્ડો પોવેલ આ જવાબદારી સંભાળશે. છેલ્લે, પંજાબ કિંગ્સ પાસે શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ અને માર્કો યાનસન જેવા 3 શાનદાર ફિનિશર છે.          

IPL 2026: આ 31 ખેલાડીઓ છે સૌથી ખતરનાક ફિનિશર્સ, જે એકલા હાથે પલટી શકે છે મેચ! 2 - image