Get The App

VIDEO: 'મારા ઘરમાં 2 યુવતીઓ હતી...', LIVEમાં બ્રાવોની જીભ લપસી, રહાણેએ બતાવ્યું- માઈક ચાલુ છે!

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: 'મારા ઘરમાં 2 યુવતીઓ હતી...', LIVEમાં બ્રાવોની જીભ લપસી, રહાણેએ બતાવ્યું- માઈક ચાલુ છે! 1 - image
 Image X

Dwayne Bravo Controversy : આગામી 28 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં વિવાદ સર્જાયો છે. KKRના મેન્ટર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવો એક મીડિયા ઇવેન્ટ દરમિયાન માઈક ઓન રહી જતા તેની અંગત વાતચીત રેકોર્ડ થઈ ગઈ હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર KKRના હેડ કોચ અભિષેક નાયર, આસિસ્ટન્ટ કોચ શેન વોટસન અને કેપ્ટન અજિંક્ય રહાણે પણ હાજર હતા. આ દરમિયાન ડ્વેન બ્રાવો બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે વાત કરતો સંભળાયો કે, "જ્યારે આ લોકોએ (KKR મેનેજમેન્ટ) મને ફોન કર્યો, ત્યારે મારા ઘરે બે છોકરીઓ (ચિક્સ) હતી..." બ્રાવો આગળ કંઈક બોલે તે પહેલા જ કેપ્ટન અજિંક્ય રહાણેએ તેને ઈશારો કર્યો કે તેનું માઈક ઓન છે. આ જાણતા જ બ્રાવો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો હતો અને તેના મોઢામાંથી 'Shit' શબ્દ સરી પડ્યો હતો. 

આ પણ વાંચો : બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

સોશિયલ મીડિયા પર ટીકાનો મારો

આ વીડિયો વાયરલ થતા જ ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સે બ્રાવોના આ નિવેદનને મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને બિનજવાબદાર ગણાવ્યું છે.જોકે, કેટલાક લોકોનું માનવું છે કે, અડધા વીડિયોના આધારે કોઈ નિષ્કર્ષ પર આવવું યોગ્ય નથી, કારણ કે તે યુવતીઓ તેમના મિત્ર પણ હોઈ શકે છે.

હાર્દિક પંડ્યાના જૂના વિવાદની યાદ તાજી થઈ

આ ઘટનાએ વર્ષો પહેલા થયેલા હાર્દિક પંડ્યાના 'કોફી વિથ કરણ' વિવાદની યાદ તાજી કરી દીધી છે. હાર્દિકે પણ મહિલાઓ વિશે આવી જ કેટલીક વાતો કરી હતી, જેના કારણે તેને ટીમમાંથી સસ્પેન્ડ થવું પડ્યું હતું અને જાહેર માફી માંગવી પડી હતી.

KKR માટે મુશ્કેલી?

સીઝન શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પ્રકારનો વિવાદ ટીમની છબી ખરડી શકે છે. અજિંક્ય રહાણેની સમયસૂચકતાને કારણે બ્રાવો વધુ બોલતા અટકી ગયો હતો, પરંતુ અત્યારે તો આ નાનકડી ક્લિપ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે બ્રાવો કે KKR મેનેજમેન્ટ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં.