Get The App

IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર 'બિનજરૂરી ભીડ' નહીં ચાલે!

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર  'બિનજરૂરી ભીડ' નહીં ચાલે! 1 - image

BCCI: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 19મી સીઝન ચાલી રહી છે અને બુધવાર સુધીમાં 14 મેચ રમાઈ ચૂકી છે. આ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ લીગ માટે કેટલાક કડક નવા નિયમો બનાવ્યા છે. બોર્ડે નવો નિયમ લાગુ કર્યો છે કે મેચ શરૂ થયા પછી એક ટીમના ફક્ત 16 લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બાકી સરપ્લસ ખેલાડીઓ ટીમના ડગઆઉટમાં જ રહેશે અને તેમને સીમા રેખા (બાઉન્ડ્રી લાઈ) પાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મેચ શીટમાં હશે 16 ખેલાડીઓના જ નામ

આ નવા નિયમ પ્રમાણે મેચ દરમિયાન ફક્ત ટીમ શીટ પર નામ ધરાવતા ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. શીટમાં ફક્ત 16 ખેલાડીઓને લિસ્ટેડ કરવાની મંજૂરી હશે.

સરપ્લસ ખેલાડીઓ બાઉન્ડ્રી લાઈન પાર નહીં કરી શકશે

રિપોર્ટ પ્રમાણે નવા નિયમ પ્રમાણે દરેક ટીમ પોતાના ખેલાડીઓની શીટમાં 16 ખેલાડીઓ સામેલ કરી શકે છે. તેમાં 11 ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. આ ઉપરાંત ઈમ્પેક્ટ સબના રૂપમાં 1 અને 4 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવી શકે છે. આ 16 ખેલાડીઓ ઉપરાંત ટીમના અન્ય કોઈ પણ સભ્યોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મેચ શીટમાં નામ ન હોય તેવા ખેલાડીઓ પાણી, ગ્લવ્ઝ કે બેટ નહીં લઈ જઈ શકશે 

આ નવા નિયમનો અર્થ એ થયો કે ટીમ શીટમાં સામેલ નહીં હોય તેવા ખેલાડીઓ ડ્રિંક્સ, બેટ અથવા ગ્લવ્ઝ લઈને મેદાનમાં નહીં જઈ શકશે. તેઓ અન્ય ખેલાડીઓ સુધી કોઈ મેસેજ પણ પહોંચાડી શકશે નહીં. બાઉન્ડ્રી લાઈન પર ફક્ત પાંચ ખેલાડીઓ જ બિબ પહેરીને ફરી શકશે. બાકીના ખેલાડીઓએ ડગઆઉટમાં જ રહેવું પડશે.

શું એક્સ્ટ્રા ફિલ્ડિંગ પર લાગુ થશે આ નિયમ

હાલ એ સ્પષ્ટ નથી કે, જો ફિલ્ડિંગ ટીમને વધારાના ફિલ્ડરની જરૂર પડે, તો તેણે પ્લેઈંગ ઈલેવનની યાદીમાં સામેલ ખેલાડીઓમાંથી જ પસંદગી કરવી પડશે કે પછી બાકી રહેલા અન્ય ખેલાડીઓમાંથી કોઈને ફિલ્ડિંગ માટે બોલાવી શકાશે. 

કડકાઈથી લાગુ થશે નિયમ

આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા ટીમ અને ખેલાડીઓ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મેચ દરમિયાન સબ્સ્ટીટ્યૂટ ખેલાડીઓની બિનજરૂરી અવરજવર પર સખત પ્રતિબંધ રહેશે નહીં. બાઉન્ડ્રી લાઈન અને LED જાહેરાત બોર્ડ વચ્ચે ફક્ત મર્યાદિત ખેલાડીઓને જ રહેવાની મંજૂરી આપવામાં આવશે.

BCCI આ નિયમોને વધુ કડક બનાવવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે આ નવો નિયમ MPC (મેચ રમવાની શરતો)ની કલમ 11.5.2 અને 24.1.4ને વધુ કડકાઈથી લાગુ કરવા માટે લાવવામાં આવ્યો છે. કલમ 11.5.2 પ્રમાણે અમ્પાયરની પરવાનગી વિના મેદાન પર ડ્રિંક્સ લઈ જવું અથવા સમય બરબાર કરવો એ નિયમોની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: 1 રનથી રોમાંચક જીત છતાં દંડાયો કેપ્ટન શુભમન ગિલ, IPL આચાર સંહિતાનો ભંગ થતાં કાર્યવાહી

ચાલુ સીઝને કેમ આવ્યો આ નિયમ

BCCIએ IPL 2026 દરમિયાન આ નિર્ણય કેમ લેવામાં આવ્યો, તેનું કારણ હજું સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે આ નિયમ મેચ દરમિયાન શિસ્ત જાળવવા, બિનજરૂરી ભીડ અને વિક્ષેપ ઘટાડવા અને રમતની ગતિ સુધારવાના હેતુથી લાવવામાં આવ્યો છે.