Get The App

ICCના નિયમે વૈભવ સૂર્યવંશીની મુશ્કેલી વધારી ! હાલ ટીમ ઈન્ડિયામાં એકપણ મેચ નહીં રમી શકે

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
ICCના નિયમે વૈભવ સૂર્યવંશીની મુશ્કેલી વધારી ! હાલ ટીમ ઈન્ડિયામાં એકપણ મેચ નહીં રમી શકે 1 - image


ICC Minimum Age Policy : બિહારના 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં અનેક રેકોર્ડ તોડ્યા બાદ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વૈભવે આઈપીએલ-2025માં ગુજરાતની ટીમ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ કારનામાના કારણે તે સૌથી ઝડપી સદી ફટકાર ભારતીય બેટર બની ગયો છે. ક્રિકેટજગતના દિગ્ગજ ખેલાડીઓ અને ક્રિકેટ ફેન્સ માની રહ્યા છે કે, વૈભવ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં રમતો જોવા મળશે. જોકે આઈસીસીના એક નિયમના કારણે હાલ તેનું ટીમ ઈન્ડિયામાં રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

વૈભવ સૂર્યવંશીને ICCનો આ નિયમ નડ્યો !

વાસ્તવમાં આઈસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેમાંથી એક ઉંમર સંબંધિત છે. જેના કારણે વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)ને ટીમ ઈન્ડિયામાં પ્રવેશવા માટે રાહ જોવી પડી શકે છે. ICCએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે લઘુત્તમ વય પોલિસી બનાવી હતી. આ પોલિસી મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેવા માંગતા ખેલાડીની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષની હોવી જોઈએ. જ્યારે વૈભવ હાલમાં ફક્ત 14 વર્ષનો છે, તે આવતા વર્ષે 27 માર્ચે 15 વર્ષનો થશે.

આ પણ વાંચો : પિતાએ કામ છોડ્યું, માતા રાતના બે વાગ્યે ઉઠી જતાં...: ઐતિહાસિક સદી બાદ વૈભવે જણાવી સંઘર્ષગાથા

વૈભવને સચિનનો રેકોર્ડ તોડવાની તક

નાની ઉંમરે ક્રિકેટજગતમાં એન્ટ્રી કરનાર ખેલાડીઓની વાત કરીએ તો, સચિન તેંડુલકર ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. થોડા સમય બાત તેણે પ્રથમ વન-ડે મેચ પણ રમી હતી. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે વૈભવ સૂર્યવંશી આ રેકોર્ડ તોડી શકશે કે નહીં.

આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશી માટે શુભમન ગિલે એવું તો શું કહ્યું કે લોકો ભડક્યા? અજય જાડેજાએ પણ આપ્યો જવાબ

Tags :