ગેઈલ-કોહલી પણ ન કરી શક્યા એ કમાલ કરી બતાવી ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શને, રચ્યો ઈતિહાસ
Gujarat Titans vs Rajasthan Royals: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)માં 23મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT)અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ગુજરાત પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. આ દરમિયાન સાઈ સુદર્શને 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 53 બોલમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા, જેના આધારે ગુજરાતે 217 રન બનાવ્યા હતા.
ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું
સાઈ સુદર્શનની શાનદાર ઈનિંગના કારણે ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમ પૂરા ઓવર પણ રમી શકી નહીં અને 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે, ગુજરાતની ટીમ 5 મેચમાં 4 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, રાજસ્થાનની ટીમ પાંચ મેચમાં 2 જીત અને 3 હાર સાથે હવે 7મા સ્થાને છે.
સાઈ સુદર્શન પૈસા વસૂલ ખેલાડી
ગુજરાત ટાઇટન્સ ટીમે આ સિઝન માટે સાઈ સુદર્શનને 8.50 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તે દરેક મેચમાં શાનદાર દેખાતો રહ્યો છે. તેમણે IPLમાં એવો રેકોર્ડ બનાવ્યો છે જે ક્રિસ ગેલ અને મેથ્યુ હેડન પણ હાંસલ કરી શક્યા નથી. IPLની પહેલી 30 ઈનિંગમાં રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સાઈ બીજા ક્રમે છે. ફક્ત શોન માર્શ જ તેનાથી આગળ છે.
આ પણ વાંચો: GT સામે હાર્યા બાદ રાજસ્થાન રૉયલ્સની આખી પ્લેઈંગ 11 દંડાઈ, BCCI એ કરી કાર્યવાહી
પ્રથમ 30 IPL ઇનિંગ્સ પછી સૌથી વધુ રન
1338 - શોન માર્શ (સરેરાશ: 53.52)
1307 - સાઈ સુદર્શન (સરેરાશ: 48.40)
1141 - ક્રિસ ગેઇલ (સરેરાશ: 43.88)
1096 - કેન વિલિયમસન (સરેરાશ: 43.84)
1082 - મેથ્યુ હેડન (સરેરાશ: 38.64)