Get The App

RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, પોઇન્ટ ટેબલમાં RCB ને ફટકો

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
SRH vs RCB


IPL 2025 RCB vs SRH : IPL 2025 ની 65મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત થઇ હતી. પહેલા બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા. 232 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 19.5 ઓવરમાં 189 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સિવાય મેચમાં હાર બાદ પોઇન્ટ ટેબલમાં ટોપ-2માંથી બહાર થતા  RCBને ફટકો પડ્યો છે. 

મેચમાં SRHનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે આજે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. મેચમાં ઇશાન કિશને 48 બોલમાં અણનમ 94 રન બનાવી શાનદાર બેટિંગ કરી હતી. આ સિવાય અભિષેક શર્માએ 17 બોલમાં 34 રન, હેનરિક ક્લાસેને 13 બોલમાં 24 રન અને અનિકેત વર્માએ 9 બોલમાં 26 રન બનાવી ટીમને 231 રનના વિશાળ સ્કોર પર પહોંચાડવા માટે મદદરૂપ પ્રદર્શન કર્યું હતું. મેચમાં હૈદરાબાદના બોલર્સે સારી બોલિંગ કરી હતી. કેપ્ટન પેટ કમિન્સે 3 વિકેટ જ્યારે એશન મલિંગાએ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાયના બોલર્સે 1-1 વિકેટ ઝડપી હતી. 

મેચમાં RCBનું પ્રદર્શન

232 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શરૂઆત સારી હતી. ઓપનર બેટર ફિલ સોલ્ટે 32 બોલમાં 62 રન અને વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રન ફટકાર્યા હતા. જો કે, ત્યાર પછીના બેટર્સ હૈદરાબાદના બોલર્સની સામે કંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. બેંગલુરુના બેટર્સ 19.5 ઓવરમાં 189 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયા હતા. બોલિંગની વાત કરીએ તો, રોમારિયો સેફર્ડે 2 વિકેટ, જ્યારે ભુવનેશ્વર કુમાર, લુંગી એન'ગીડી, સુયાશ શર્મા અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી. 

Tags :