Get The App

RCB અને PBKS પર થયો પૈસાનો વરસાદ, ખેલાડીઓ પણ થયા માલામાલ, 14 વર્ષના વૈભવે જીતી કાર

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
RCB અને PBKS પર થયો પૈસાનો વરસાદ, ખેલાડીઓ પણ થયા માલામાલ, 14 વર્ષના વૈભવે જીતી કાર 1 - image


IPL 2025: આઈપીએલ 18મી સિઝનની ફાઈનલ મેચ રમાઈ ચૂકી છે. જેમાં બેંગલુરૂએ પંજાબને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં ખેલાડીઓ અને ટીમો પર પૈસાનો વરસાદ થયો. જાણો સંપૂર્ણ વિગત. 

વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ

દર વખતની જેમ આ વખતે પણ ચેમ્પિયન ટીમ માલામાલ થઈ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 20 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપ્યા. ત્યારે, પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયાની એવોર્ડ રકમ મળી. પંજાબના કોચ અને સપોર્ટ સ્ટાફને રનર અપની શીલ્ડ અને આઈપીએલ લિમિટેડ એડિશન વોચ પણ મળ્યા.

સ્ટેજટીમમળેલી રકમ
ચેમ્પિયનRCB20 કરોડ
રનર-અપPBKS12.5 કરોડ


આઈપીએલમાં ખર્ચ થનારી રકમને લઈને લીગ હંમેશા ચર્ચામાં રહે છે. ટીમોને મળનારી ઈનામી રકમ સિવાય કેટલાક અન્ય એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેયર પ્લે એવોર્ડ જેવા એવોર્ડ સામેલ છે. ત્યારે જાણો કોને કયો એવોર્ડ અને કેટલી ઈનામી રકમ મળી.

એવોર્ડઈનામી રકમવિજેતા
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચરૂ. 1 લાખજિતેશ શર્મા
ફેન્ટસી કિંગ ઓફ ધ મેચરૂ. 1 લાખશશાંક સિંહ
સુપર સિક્સ ઓફ ધ મેચરૂ. 1 લાખશશાંક સિંહ
ઓન ધ ગો 4s ઓફ ધ મેચરૂ. 1 લાખપ્રિયાંશ આર્ય
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ મેચરૂ. 1 લાખકૃણાલ પંડ્યા
પ્લેયર ઓફ ધ મેચરૂ. 5 લાખકૃણાલ પંડ્યા
ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનરૂ. 10 લાખસાઈ સુદર્શન
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનટાટા કર્વવૈભવ સૂર્યવંશી
ફેન્ટસી કિંગ ઓફ ધ સિઝનરૂ. 10 લાખસાઈ સુદર્શન
સુપર સિક્સ ઓફ ધ સિઝનરૂ. 10 લાખનિકોલસ પૂરન
ઓન ધ ગો 4s ઓફ ધ સિઝનરૂ. 10 લાખસાઈ સુદર્શન
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ સિઝનરૂ. 10 લાખમોહમ્મદ સિરાજ
કેચ ઓફ ધ સિઝનરૂ. 10 લાખકમિન્દુ મેન્ડિસ
ફેર પ્લે એવોર્ડ ટ્રોફીચેન્નઈ સુપર કિંગ્સ
પર્પલ કેપરૂ. 10 લાખપ્રસિદ્ધ કૃષ્ણા
ઓરેન્જ કેપરૂ. 10 લાખસાઈ સુદર્શન
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનરૂ. 15 લાખસૂર્યકુમાર યાદવ
પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડરૂ. 50 લાખદિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસો.
Tags :