RCB અને PBKS પર થયો પૈસાનો વરસાદ, ખેલાડીઓ પણ થયા માલામાલ, 14 વર્ષના વૈભવે જીતી કાર

IPL 2025: આઈપીએલ 18મી સિઝનની ફાઈનલ મેચ રમાઈ ચૂકી છે. જેમાં બેંગલુરૂએ પંજાબને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં ખેલાડીઓ અને ટીમો પર પૈસાનો વરસાદ થયો. જાણો સંપૂર્ણ વિગત.
વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ
દર વખતની જેમ આ વખતે પણ ચેમ્પિયન ટીમ માલામાલ થઈ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 20 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપ્યા. ત્યારે, પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયાની એવોર્ડ રકમ મળી. પંજાબના કોચ અને સપોર્ટ સ્ટાફને રનર અપની શીલ્ડ અને આઈપીએલ લિમિટેડ એડિશન વોચ પણ મળ્યા.
આઈપીએલમાં ખર્ચ થનારી રકમને લઈને લીગ હંમેશા ચર્ચામાં રહે છે. ટીમોને મળનારી ઈનામી રકમ સિવાય કેટલાક અન્ય એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેયર પ્લે એવોર્ડ જેવા એવોર્ડ સામેલ છે. ત્યારે જાણો કોને કયો એવોર્ડ અને કેટલી ઈનામી રકમ મળી.

