IPL 2025: RCBએ પંજાબને 7 વિકેટથી હરાવ્યું, કોહલીની અણનમ ફિફ્ટી
IPL 2025: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું છે. બંને ટીમો વચ્ચે મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 157 રન બનાવ્યા હતા. પંજાબે બેંગલુરૂને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા બેંગલુરૂએ 18.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 159 રન બનાવીને જીત હાંસલ કરી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમનું પ્રદર્શન
- રજત પાટીદાર 12 રન (13 બોલ), વિરાટ કોહલી* 73 રન (54 બોલ), ફિલ સોલ્ટ 1 રન (3 બોલ), જીતેશ શર્મા* 11 રન (8 બોલ), દેવદુત પડ્ડીકલ 61 રન (35 બોલ).
- કૃણાલ પંડ્યા (2 વિકેટ), સુયશ શર્મા (2 વિકેટ), રોમારિયો શેફર્ડ (1 વિકેટ)
પંજાબ કિંગ્સની ટીમનું પ્રદર્શન
- શ્રેયસ અય્યર 6 રન (10 બોલ), પ્રભસિમરન સિંહ 33 રન (17 બોલ), પ્રિયાંશ આર્ય 22 રન (15 બોલ), નેહલ વાઢેરા 5 રન (6 બોલ), માર્કસ સ્ટોઈનીસ 1 રન (2 બોલ), જોશ ઈંગ્લિસ 29 રન (17 બોલ), શશાંક સિંહ* 31 રન (33 બોલ), માર્કો યાન્સેન* 25 રન (20 બોલ).
- અર્શદીપ સિંહ (1 વિકેટ), હરમનપ્રિત બ્રાર (1 વિકેટ), યુજવેન્દ્ર ચહલ (1 વિકેટ)
હાલની IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં સાત-સાત મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન પંજાબે પાંચ મેચ જીતી હતી. જ્યારે બેંગલુરુએ ચાર મેચ જીતી છે. 18 એપ્રિલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે એક મેચ પણ રમાઈ હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો.
બંને ટીમોની પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રોમારિયો શેફર્ડ, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, યશ દયાલ.