Get The App

VIDEO : IPL-2025ની મેચમાં બે ખેલાડીઓ વચ્ચે બબાલ, એમ્પાયર-ખેલાડીઓએ મામલો પાડ્યો શાંત

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : IPL-2025ની મેચમાં બે ખેલાડીઓ વચ્ચે બબાલ, એમ્પાયર-ખેલાડીઓએ મામલો પાડ્યો શાંત 1 - image


IPL-2025 LSG vs SRH Match Controversy : આઈપીએલ-2025માં આજે લખનઉના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં બે ખેલાડીઓ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બાદની મેચમાં લખનઉના બોલર દિગ્વેશ રાઠી અને હૈદરાબાદના બેટર અભિષેક શર્મા વચ્ચે ઉગ્ર રકઝક થઈ હોવાની ઘટના બની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અભિષેકની વિસ્ફોટ બેટિંગ બાદ રાઠી જોડે બબાલ

આજની મેચમાં પ્રથમ બેટિંગ કરનાર લખનઉની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 205 રન નોંધાવ્યા હતા. મિશેલ સ્ટાર્કે 39 બોલમાં ચાર સિક્સ અને છ ફોર સાથે 65 રન જ્યારે એડન માર્કરામે 38 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 61 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ હૈદરાબાદ તરફથી ઓપનિંગમાં આવેલા એ.ટાઈડ 13 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે અભિષેક શર્માએ દમદાર બેટીંગ કરી અડધી સદી ફટકારી હતી. જોકે આ દરમિયાન અભિષેક અને રાઠી વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી.

રાઠીના સેલિબ્રેશનથી અકળાયો અભિષેક

હૈદરાબાદ તરફથી અભિષેકે દમદાર બેટીંગ કરતી વખતે સ્પીનર બોલર રવિ બિશ્નોઈની એક ઓવરમાં ચાર સિક્સ ફટકારતા પ્રેક્ષકો ખુશખુશાલ થઈ ગયા હતા. તેણે 20 બોલમાં છ સિક્સ અને ચાર ફોર સાથે 59 રન નોંધાવી દિગ્વેશ રાઠીની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રાઠીએ નોટબુક સેલિબ્રેશન કરી અભિષેક સામે ઈશારો કરતા મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. કદાચ અભિષેકને રાઠીના સેલિબ્રેશનનો અંદાજ પસંદ આવ્યો ન હતો.

એમ્પાયરો-ખેલાડીઓ બંનેને શાંત પાડવા દોડી આવ્યા

જ્યારે અભિષેક પેવેલીયન જઈ રહ્યો હતો, ત્યારે તેની અને રાઠી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે આ દરમિયાન મામલો શાંત કરાવવા માટે એમ્પાયરો સહિતના ખેલાડીઓ દોડી આવ્યા હતા. તમામે દિગ્વેશને શાંત રહેવા કહ્યું, જોકે તેમ છતાં બંને શાંત ન થયા. એમ્પાયરે શાંત રહેવાનું કહેવા છતાં બંને ઉગ્ર બોલાચાલી કરતા રહ્યા.

આ પણ વાંચો : ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ

આ પણ વાંચો : પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ પિકનીક મનાવવા ગયું હતું

Tags :