Get The App

ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ 1 - image


Indian Railways : જાહેર માર્ગો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો સહિતના સ્થળો પર ગમે ત્યાં થૂંકનારાઓ અને ગંદકી ફેલાવનારાઓ ક્યારેય પોતાની હકકતોથી બાજ આવતા નથી. ભારતીય રેલવે અને સરકારો દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં આવા લોકો સુધરવાનું નામ લેતા નથી અને રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવતા રહે છે, ત્યારે રેલવે તંત્રએ હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની શરુ કરી દીધી છે. પૂર્વ રેલવેએ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી રેલવે સ્ટેશનો પર ગંદકી ફેલાવનારા 31,576 વ્યક્તિઓને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી 32,31,740 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા 

થૂંકનાર-ગંદકી ફેલાવનારને થઈ શકે છે સજા

જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન પર થૂંકે અથવા ગંદકી ફેલાવે તો તેને ભારતીય રેલ્વે અધિનિયમ 1989ની કલમ 140 હેઠળ રૂપિયા 500નો દંડ ફટાકરવામાં આવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં સજાપાત્ર ગુનો પણ દાખલ કરવામાં આવી શકે છે. એટલે કે આવા લોકોને સજા પણ થઈ શકે છે. આમ તો સામાન્ય રીતે દંડ જ ફટકારવામાં આવે છે. રેલવે સ્ટેશનના પરિસર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ અને ટ્રેનની અંદર થૂંકવાથી અને કચરો ફેંકવાથી માત્ર સ્વચ્છતા જ નહીં, મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવતા હોય છે, જેને ધ્યાને રાખી રેલવે આવા લોકો સામે સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે.

આ પણ વાંચો : ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ

Tags :