Get The App

BCCI નો મોટો નિર્ણય, બોલર્સને રાહત, બોલ પર થૂંક લગાવવા સામેનો પ્રતિબંધ હટાવ્યો

Updated: Mar 20th, 2025

GS TEAM


Google News
Google News
Bowlers Can use Saliva in IPL 2025


Bowlers Can use Saliva in IPL 2025: ભારતીય ક્રિકેટ બોર્ડ 22 માર્ચથી શરુ થઈ રહેલી IPLની આ સિઝનમાં બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ પ્રસ્તાવ પર બીસીસીઆઇમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. મુંબઈમાં આજે IPLની તમામ ટીમોના કૅપ્ટનનું ફોટોશૂટ હતું જેમાં દરમિયાન કૅપ્ટન સામે આ મામલે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેમાં દસેય કેપ્ટનએ આ મુદ્દે સંમતિ આપી છે.

કોરોના દરમિયાન સાવચેતીના ભાગરૂપે આ પ્રતિબંધ મૂકાયો હતો 

ICCએ કોરોના રોગચાળા દરમિયાન સાવચેતી તરીકે બોલ પર થૂંક લગાવવાની વર્ષો જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ વર્ષ 2022માં ICCએ આ પ્રતિબંધ કાયમી કરી દીધો હતો. IPL એ કોરોના પછી પણ આ પ્રતિબંધ કાયમી રાખ્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. 

આ સિઝનમાં પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ 

IPLને રોમાંચક બનાવવા માટે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાવવામાં આવ્યો હતો અને BCCIએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં પણ આ નિયમ ચાલુ રહેશે. એટલે કે આ સિઝનમાં પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: શું ચહલ-ધનશ્રીએ છુટાછેડાની અરજીમાં કરેલો દાવો જુઠ્ઠો??? સોશિયલ મીડિયાથી મળ્યાં પુરાવા

દિગ્ગજ ક્રિકેટર્સએ કરી હતી વિનંતી 

થૂંકના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લગભગ નિશ્ચિત માનવામાં આવતો હતો, કારણ કે મોહમ્મદ શમી જેવા ખેલાડીઓએ સત્તાવાળાઓને આ નિયમ નાબૂદ કરવા વિનંતી કરી હતી. શમીએ તાજેતરમાં દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ બાદ કહ્યું હતું કે, 'અમે હંમેશા અધિકારીઓને વિનંતી કરતા રહીએ છીએ કે અમને થૂંકનો ઉપયોગ કરવાની મંજૂરી આપો જેથી મેચ દરમિયાન સ્વિંગ અને રિવર્સનો ઉપયોગ કરી શકાય.' તેમના નિવેદનને વર્નોન ફિલેન્ડર અને ટિમ સાઉથી જેવા ખેલાડીઓએ પણ સમર્થન આપ્યું હતું.

BCCI નો મોટો નિર્ણય, બોલર્સને રાહત, બોલ પર થૂંક લગાવવા સામેનો પ્રતિબંધ હટાવ્યો 2 - image

Tags :