શું ચહલ-ધનશ્રીએ છૂટાછેડાની અરજીમાં કરેલો દાવો જુઠ્ઠો? સોશિયલ મીડિયામાં મળ્યા પુરાવા
Image Source: Twitter
Chahal-Dhanashree Divorce: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા છે. લગભગ અઢી વર્ષથી એકબીજાથી દૂર રહ્યા બાદ અંતે બંનેએ પોતાના રસ્તા અલગ કરી દીધા છે. છેલ્લી સુનાવણીમાં આ કપલે દલીલ કરી હતી કે, અમે છેલ્લા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છીએ. જોકે, તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી જે પુરાવા મળ્યા છે તે તો કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. ધનશ્રી અને ચહલના એવા ઘણા ફોટો અને વીડિયો છે, જેમાં તેઓ સાથે ટ્રાવેલ કરતા અને એક રૂમમાં સમય વિતાવતા જોવા મળે છે.
સોશિયલ મીડિયાથી મળ્યાં આ પુરાવા
2024માં જ્યારે ધનશ્રીએ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' માં ભાગ લીધો હતો, ત્યારે ચહલ તેને ચિયર કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે ખુલ્લેઆમ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. તેનો વીડિયો ધનશ્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ છે, જ્યાં આ કપલ પોતાની કમ્પેબિટિલિટી ફ્લોન્ટ કરતા ગેમ રમતા દેખાયુ હતું. આ વીડિયો 11 જાન્યુઆરી, 2024નો છે. આ ઉપરાંત 22 ડિસેમ્બર 2023ના રોજ પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલે પોતાની પત્ની ધનશ્રી પર ઘણો પ્રેમ વરસાવ્યો. તેણે કહ્યું કે, જ્યારે તે પોડિયમ પરથી મારા માટે ચિયર કરે છે, ત્યારે મને ખૂબ આનંદ થાય છે. તે જ દિવસે, ધનશ્રીએ પણ એક રીલ પોસ્ટ કરી અને પતિ ચહલને પોતાના લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા અને તેને પોતાનો પોતાનો બેસ્ટ ગણાવ્યો. વીડિયોમાં ધનશ્રી ચહલ સાથે એક જ રૂમમાં ડાન્સ કરતી પણ નજર આવી રહી હતી.
ખરેખર તેઓ કેટલા સમયથી અલગ-અલગ રહે છે?
6 જુલાઈ 2024ના રોજ ધનશ્રીએ ચહલ સાથેની એક તસવીર પોસ્ટ કરીને તેને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. આ તસવીર પણ ઘરે જ લેવામાં આવી હતી. બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. જોકે, આવું માત્ર એક જ વાર નથી બન્યું, છેલ્લા અઢી વર્ષમાં ધનશ્રી અને ચહલ ઘણીવાર એકબીજાના સેટ પર અથવા સ્ટેડિયમમાં એકબીજા માટે ચિયર કરતા, અથવા તો એક જ ઘરમાં સાથે રીલ્સ બનાવતા જોવા મળ્યા છે. ધનશ્રી અને ચહલે એક સાથે અનેક મોમેન્ટ્સ શેર કર્યા છે, જેને જોઈને એ સમજવું મુશ્કેલ છે કે બંને ખરેખર કેટલા સમયથી અલગ રહી રહ્યા હતા અથવા તો જો તેઓ અલગ થઈ ગયા હતા તો શું આ બધું માત્ર એક દેખાડો હતો?