પાયલટ ના હોય તો વિમાનમાં કલાકો સુધી કેમ બેસાડી રાખો છો?, ડેવિડ વૉર્નર એરલાઈન્સ પર ભડક્યો
Australia Cricketer David Warner: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નરે એર ઇન્ડિયાની સર્વિસ સામે નારાજગી દર્શાવી છે. તેઓ સર્વિસથી બિલકુલ ખુશ નથી. વોર્નરે કહ્યું કે, મને એવા વિમાનમાં બેસાડવામાં આવ્યો હતો, જેમાં કોઈ પાયલોટ નહોતો. જેથી કરીને મારે કલાકો સુધી રાહ જોવી પડી.'
આ પણ વાંચો: નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો
તો તમે શા માટે મુસાફરોને વિમાનમાં બેસાડ્યા?
વોર્નરે X પર લખ્યું કે, 'અમે પાઇલટ વિના વિમાનમાં ચઢ્યા અને કલાકો સુધી પાયલોટની રાહ જોઈને વિમાનમાં બેસી રહ્યા.' તેમનું કહેવું છે કે, તમને ખબર છે કે, ઉડાન ભરવા માટે અમારી પાસે કોઈ પાઇલટ નથી, તો તમે શા માટે મુસાફરોને વિમાનમાં બેસાડ્યા?
બેંગલુરુમાં હવામાન ખરાબ હોવાને કારણે મોડુ થયું
આ પછી એર ઇન્ડિયાએ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે, બેંગલુરુમાં હવામાન ખરાબ હોવાને કારણે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને બધી એરલાઇન્સની ફ્લાઇટ્સ મોડી પડી હતી.
આ પણ વાંચો: 'ગિલ ફટકારશે સૌથી વધુ રન, મુંબઈ જીતશે IPL-18..', દિગ્ગજ ઈંગ્લિશ ક્રિકેટરની ભવિષ્યવાણી
એરલાઇને કહ્યું, 'તમારી ફ્લાઇટનું સંચાલન કરનાર ક્રૂ કેટલાક વિક્ષેપોને કારણે અગાઉના કાર્યમાં અટવાઈ ગયો હતો,જેના પરિણામે પ્રસ્થાન કરવામાં વિલંબ થયો હતો. ઉલ્લેખનીય ક્રિકેટર ડેવિડ વોર્નર IPL 2025નો ભાગ નથી. IPL 2025 મેગા ઓક્શનમાં વોર્નરની હરાજી થઈ નહોતી.
વોર્નર હવે ફિલ્મોમાં કામ કરવા રસ દાજવી રહ્યો છે. વોર્નર તેલુગુ એક્શન ફિલ્મ 'રોબિન હૂડ'માં એક ખાસ કેમિયો કરતો જોવા મળશે. તેનું ટ્રેલર 23 માર્ચ એટલે કે આજે રિલીઝ થવાનું છે.