IPL 2025 પહેલા KKRની રહાણેને કેપ્ટન બનાવવાની જાહેરાત, આ ખેલાડી બન્યો વાઇસ કેપ્ટન
Ajinkya Rahane KKR Captain, IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ઈન્ડિયન પ્રીમિયર લીગ-2025ની સિઝનની શરૂઆત પહેલા મોટી જાહેરાત કરી છે. કેકેઆરે ટીમના નવા કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે અને વાઈસ કેપ્ટન તરીકે વેંકટેશ ઐય્યરના નામની જાહેરાત કરી છે.
રહાણે KKRનો 9મો કેપ્ટન બન્યો
IPLમાં અત્યાર સુધી રમાયેલી સિઝન અને મેચોમાં અજિંક્ય રહાણે કેકેઆરના 9માં સુકાની છે. તેના પહેલા સૌરવ ગાંગુલીએ 27 મેચમાં, બ્રેડન મૈક્કુલમ 13 મેચમાં, ગૌતમ ગંભીર 122 મેચમાં, જેક્સ કાલીસ બે મેચમાં, દિનેશ કાર્તિક 37 મેચમાં, ઈયોન મોર્ગન 24 મેચમાં, શ્રેયસ ઐય્યર 29 મેચમાં અને નીતીશ રાણા 14 મેચમાં કેપ્ટનશીપ નિભાવી હતી.
કોલકાતાએ રહાણેને 1.50 કરોડના ખરીદ્યો
આઈપીએલની અગાઉની સિઝનમાં રહાણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમ્યો હતો. ફ્રેન્ચાઈઝીએ તેને રિલિઝ કરી દીધો હતો. આવી સ્થિતિમાં કોલકાતાના ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ-2025ના મેગા ઓક્શનમાં રહાણેને બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો છે. તેમની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી.
KKR વેંકટેશને 23.75 કરોડના ખરીદ્યો
બીજીતરફ કેકેઆરએ વેંકટેશ ઐય્યરને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. ઐય્યર સતત કેકેઆરની ટીમમાં જ રમી રહ્યો છે. જોકે ફ્રેન્ચાઈઝીએ ગત સિઝનમાં તેને રિલિઝ કરી દીધો હતો અને હવે મેગા ઓક્શમાં તેને ફરી ખરીદ્યો છે. કોલકાતાએ વેંકટેશને ફરી ખરીદવા માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આમ વર્તમાન સિઝનમાં કેકેઆરની ટીમમાં વેંકટેશ જ સૌથી મોઘો ખેલાડી છે.
આ પણ વાંચો : IND vs AUS: ભારત વિરુદ્ધ સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં 21 વર્ષના ખેલાડીની એન્ટ્રી
🚨 𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 - Ajinkya Rahane named captain of KKR. Venkatesh Iyer named Vice-Captain of KKR for TATA IPL 2025. pic.twitter.com/F6RAccqkmW
— KolkataKnightRiders (@KKRiders) March 3, 2025