Get The App

IND vs AUS: સેમિફાઇનલ મેચમાં બદલો લેવા તૈયાર ટીમ ઈન્ડિયા, ICC વનડેમાં કઈ ટીમનું પલડું ભારે? જુઓ રેકૉર્ડ

Updated: Mar 3rd, 2025

GS TEAM


Google News
Google News
IND vs AUS: સેમિફાઇનલ મેચમાં બદલો લેવા તૈયાર ટીમ ઈન્ડિયા, ICC વનડેમાં કઈ ટીમનું પલડું ભારે? જુઓ રેકૉર્ડ 1 - image


Image: Facebook

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સેમિફાઈનલની મેચ 4 માર્ચે દુબઈમાં રમાશે. ભારતની ટીમ પોતાના ગ્રૂપ સ્ટેજમાં શાનદાર પરફોર્મન્સ કરવામાં સફળ રહી છે અને પોતાની ત્રણેય મેચ જીતીને ટોપ પર પહોંચી. હવે ભારત સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સાથે ટકરાશે. 2023ની વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની મેચ ઓસ્ટ્રેલિયાની સાથે થઈ તો કાંગારુએ ભારતને હરાવી દીધા હતાં. હવે તે હારનો બદલો લેવાની તક છે. સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવાનો પ્રયત્ન કરશે. આ મેચમાં બંને ટીમ જીત માટે દમ લગાડશે. જેનાથી તે ફાઈનલ રમી શકે. દરમિયાન મંગળવારે થનારી આ મેચ ખૂબ રસપ્રદ હશે. દરમિયાન જાણો આઈસીસી નોકઆઉટ રાઉન્ડમાં બંને ટીમોનો રેકોર્ડ કેવો રહ્યો. 

આઈસીસી વનડે નોકઆઉટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

આ સિવાય આઈસીસી વનડે નોકઆઉટમાં બંને ટીમોની વચ્ચે કુલ 6 મેચ થયા છે. જેમાં ભારતને ત્રણેય મેચોમાં જીત તો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોમાં જીત મળી છે એટલે કે નોકઆઉટ મેચમાં બંને ટીમો આ સમયે બરાબરી પર છે.

નોકઆઉટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા

1998 CT QF - IND- જીત્યું

2000 CT QF - IND- જીત્યું

2003 WC ફાઈનલ - AUS જીત્યું

2011 WC QF - IND - જીત્યું

2015 WC SF - AUS - જીત્યું

2023 WC ફાઈનલ - AUS  જીત્યું

આ પણ વાંચો: IND vs AUS: ભારત વિરુદ્ધ સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં 21 વર્ષના ખેલાડીની એન્ટ્રી

વનડેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યાર સુધી કુલ 151 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતને 57 મેચોમાં જીત અને ઓસ્ટ્રેલિયાને 84 મેચોમાં જીત મળી છે. 10 મેચ પરિણામ વિનાની રહી છે.

ઓસ્ટ્રેલિયાથી ભારતને મળી છે ત્રણ હાર

ઓસ્ટ્રેલિયાએ ભારતને આઈસીસી ઈવેન્ટમાં ત્રણ એવી હાર આપી છે જેને ચાહકો આજ સુધી ભૂલી શક્યાં નથી. સૌથી પહેલા 2003 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધું હતું, ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતને વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ 2015ની વનડે વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ફાઈનલમાં પહોંચવાની આશાને તોડી દીધી હતી. તે બાદ ફરી ભારતને સૌથી આકરી હાર 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં મળી. ભારતીય ટીમ મેજબાન ટીમ હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં હરાવીને ભારતનું ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાના સ્વપ્નને તોડી દીધું હતું. 

ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તૂટશે

હવે ભારતની પાસે તક છે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલથી બહાર કરવાની. ભારતીય ટીમ બદલો લેવા માટે મેદાન પર ઉતરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી 2023 વનડે વર્લ્ડ કપની હારને ભૂલ્યા નથી. તે હારે ભારતીય ટીમના ખેલાડીઓને ખૂબ નિરાશ કર્યા હતા. હવે તક છે કે ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડે અને કાંગારુને ફાઈનલની રેસથી બહાર કરી દે.

વિરાટ અને રોહિતથી રહેશે આશા

વિરાટ કોહલી અને રોહિત શર્માથી સેમિફાઈનલમાં ખૂબ આશા રહેશે. બંને ખેલાડીઓનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર રહ્યો છે. 45 મેચ રમી છે અને કુલ 2379 રન બનાવવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતે વનડેમાં અત્યાર સુધી કુલ 8 સદી ફટકારી છે. બીજી તરફ વિરાટ કોહલીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કમાલનો રહ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં અત્યાર સુધી 49 મેચ રમી છે જેમાં તેમના નામે 2367 રન નોંધાયા છે. 8 સદી કોહલીએ પણ વનડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લગાવવામાં સફળતા મેળવી છે. 

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.

ઓસ્ટ્રેલિયા

મેથ્યૂ શૉર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિશ (વિકેટ કીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, એડમ જમ્પા, સ્પેન્સર જૉનસન, જેક ફ્રેજર-મેકગર્ક, આરોન હાર્ડી, સીન એબૉટ, તનવીર સંઘા.

Tags :