Get The App

તમે મનોરંજન ખાતર ઘણું બધુ છીનવી રહ્યા છો...: IPLના કયા નિયમથી નારાજ થયો રોહિત શર્મા?

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
તમે મનોરંજન ખાતર ઘણું બધુ છીનવી રહ્યા છો...: IPLના કયા નિયમથી નારાજ થયો રોહિત શર્મા? 1 - image


Rohit Sharma on IPL Impact Rule: IPL 2024 પછી હવે T20 વર્લ્ડ કપ 2024 રમાશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટની હાલ ખૂબ જ ચર્ચા થઇ રહી છે.  એવામાં માઈકલ વોન અને એડમ ગિલક્રિસ્ટ સાથેનો રોહિતે પોડકાસ્ટ ઘણી ચર્ચાઓ કરી છે. 

જેમાં રોહિતે આઈપીએલના એક ખાસ નિયમ પર પણ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. જેમાં તેમને કહ્યું હતું કે તે આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી નારાજ છે. 

ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સામે નારાજગી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ નિયમને કારશે દેશના ઓલરાઉન્ડરોનો વિકાસ અટકે છે અને તેમને ફટકો પડી રહ્યો છે. 

ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને આધારે ટીમો મેચ દરમિયાન ગમે ત્યારે એક ખેલાડીને બદલી શકે છે. આ કારણે પહેલી બેટિંગ કરનારી ટીમ મોટાભાગે એક એવા બેટરને ઈલેવનમાં સામેલ કરે છે, જેને આગળ જતાં અન્ય બોલરની સાથે રિપ્લેસ કરી દેવાય છે.

ઓલરાઉન્ડરોને કૌશલ્ય બતાવવાની તક મળતી નથી 

રોહિતે કહ્યું કે, ક્રિકેટ 11 ખેલાડીઓ દ્વારા રમાય છે, 12 ખેલાડીઓથી નહીં! આ નિયમને કારણે શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર સહિતના ઓલરાઉન્ડરોને તેમના કૌશલ્યને દર્શાવવાની તક મળતી નથી. 

શિવમ દુબેને ચેન્નઈની ટીમ માત્ર પાવરહિટર તરીકેની જ ભૂમિકા સોંપે છે. તે મીડિયમ પેસર છે, છતાં તેને બોલિંગ મળતી નથી.

તમે મનોરંજન ખાતર ઘણું બધુ છીનવી રહ્યા છો...: IPLના કયા નિયમથી નારાજ થયો રોહિત શર્મા? 2 - image


Google NewsGoogle News