mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

VIDEO | ચેન્નઈને હરાવતાં જ મેદાન પર રડી પડ્યો વિરાટ કોહલી, ફેન્સ પણ થયા ઈમોશનલ

Updated: May 19th, 2024

VIDEO | ચેન્નઈને હરાવતાં જ મેદાન પર રડી પડ્યો વિરાટ કોહલી, ફેન્સ પણ થયા ઈમોશનલ 1 - image


Virat Kohli Emotional After RCB Win: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2024ની 68મી મેચ રોમાંચથી ભરેલી રહી. આરસીબીએ આ મેચ 27 રને જીતી લીધી છે. આ જીત સાથે RCB પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. 

કોહલી થયો ભાવુક!

ચેન્નાઈ સામેની આ જીત RCBની આ સિઝનની સતત છઠ્ઠી જીત હતી. અંતિમ ક્ષણોમાં આ મેચ રસાકસી ભરી થઈ ગઇ હતી જે કોઈપણ દિશામાં જઈ શકે તેમ હતી પરંતુ યશ દયાલની શાનદાર બોલિંગના કારણે આરસીબીએ મેચ જીતી લીધી હતી. આ જીત બાદ RCBનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ઘણો ભાવુક થઈ ગયો હતો. કોહલી પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે રોકી ના શક્યો. કોહલીને રડતો જોઈ ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. 

આરસીબીને સંજીવની મળી

આ જીત RCB માટે મોટી જીત છે. આરસીબી એવી ટીમ છે જે આ સિઝનની શરૂઆતથી જ તળિયે હતી. પ્રથમ 8 મેચોમાંથી, બેંગલુરુ ફક્ત એક જ મેચ જીતી શક્યું, પરંતુ તે પછી બેંગલુરુએ જે રીતે પુનરાગમન કર્યું તે પ્રશંસનીય છે. RCB આઠમી મેચ બાદ એક પણ મેચ હારી નથી. ચેન્નાઈને હરાવ્યા બાદ વિરાટ કોહલી ઘણો ભાવુક થઈ ગયો હતો. તે દોડીને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ગળે લગાડ્યો અને તેની લાગણી વ્યક્ત કરવા માટે તેને ચુંબન કર્યું. આ સિવાય તે હાથ વડે આંસુ છુપાવતો જોવા મળ્યો હતો. કોહલીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વિરાટ ઈમોશનલ થઈ રહ્યો છે. આ જીત RCB માટે લાઈફલાઈન સમાન છે.


Gujarat