IPL 2023 : કોલકાતાએ હૈદરાબાદને 5 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં 9 રન ન કરી શક્યા ભુવનેશ્વર-માર્કન્ડે
કોલકાતાનો સ્કોર : 20 ઓવરમાં 171/9, રિંકુ સિંઘના 46 રન, નિતિશ રાણાના 42 રન, KKR તરફથી માર્કો જેનસન-નટરાજનની 2-2 વિકેટ
હૈદરાબાનો સ્કોર : 20 ઓવરમાં 166/8, એડન માર્કરામના 41 રન, હેનરીચ કાલસનના 36 રન, SRH તરફથી વૈભવ અરોરા-શાર્દુલ ઠાકુરની 2-2 વિકેટ
હૈદરાબાદ, તા.04 મે-2023, ગુરુવાર
IPL-2023માં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 રને વિજય થયો છે. કોલકાતાએ નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 171 રન કર્યા છે, જેના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 166 રન નોંધાવ્યા હતા. કોલકાતા તરફથી રિંકુ સિંઘ અને નિતિશ રાણાએ બાજી સંભાળતા કોલકતાની ટીમ મોટો સ્કોર બનાવી શકી હતી.
હૈદરાબાદનો સ્કોર
હૈદરાબાદ તરફથી ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે 18 રન, અભિષેક શર્માએ 9 રન, રાહુલ ત્રિપાઠીએ 20 રન, એડન માર્કરામે 41 રન, હૈરી બ્રુકે 0 રન, હેનરીચ કાલસને 36 રન, અબ્દુલ સામેદે 21 રન, માર્કો જેનસે 1 રન, ભુવનેશ્વર કુમારે અણનમ 5 રન, મયંક માર્કન્ડેએ અણનમ 1 રન નોંધાવ્યા હતા.
કોલકાતા તરફથી વૈભવ-શાર્દુલની 2-2 વિકેટ
હૈદરાબાદ તરફથી વૈભવ અરોરા અને શાર્દુક ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષીત રાણા, આંદ્રે રસેદ, અનુકુલ રોય અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ઝડપી હતી.
કોલકાતાનો સ્કોર
કોલકાતા તરફથી જેનસન રોયે 20 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 0 રન, વેંકટેશ ઐયરે 7 રન, નિતિશ રાણાએ 42 રન, રિંકુ સિંઘે 46 રન, આંદ્રે રસેલે 24 રન, સુનિલ નારાયણે 1 રન, સાર્દુલ ઠાકુરે 8 રન, અનકુલ રોયે અણનમ 13 રન, હર્ષીત રાણાએ 0 રન, વૈભવ અરોરાએ અણનમ 2 રન નોંધાવ્યા હતા.
જેનશન-નટરાજનની 2-2 વિકેટ
હૈદરાબાદ તરફથી માર્કો જેનસન અને ટી.નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, એડન માર્કરામ, મયંક માર્કન્ડેએ 1-1 વિકેટ ખેરવી હતી.
આ સિઝનમાં હૈદરાબાદ-કોલકાતા બંનેએ માત્ર 3-3 મેચોમાં જીતી
કોલકાતાની ટીમ આજે તેની 10મી મેચ રમશે. કોલકાતાએ અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં માત્ર 3 મેચ જીતી શકી છે, જ્યારે તે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તે પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે. આ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 9મી મેચ રમશે. આ સીઝનમાં સનરાઇઝર્સની હાલત ખૂબ જ ખરાબ છે. સનરાઇઝર્સે આ સિઝનમાં માત્ર 3 મેચ જીતી છે. આ સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે.
હૈદરાબાદની પીચ બેટિંગ માટે અનુકુળ
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચ અત્યાર સુધી બોલર કરતાં બેટ્સમેનોને વધુ મદદ કરી છે. જો કે શરૂઆતમાં ઝડપી બોલરો તરફથી સ્વિંગ જોવા મળી શકે છે. આજની મેચમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. દર્શકોને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 140 રન છે. હૈદરાબાદની આ પિચ પર છેલ્લી મેચ સનરાઈઝર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા જેના જવાબમાં સનરાઈઝર્સ ટીમ માત્ર 137 રન બનાવી શકી હતી અને હારી ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરનાર ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી
હૈદરાબાદમાં ટોસની ભૂમિકા પણ મહત્વની હોઈ શકે છે. આ સીઝનમાં આ મેદાન પર રમાયેલી ચાર મેચોમાંથી ત્રણ મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. જો ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 150 કરતા વધારે સ્કોર સુધી પહોંચે છે તો તેની જીતવાની તકો વધી જાય છે.
SRH અને KKR વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતાની ટીમની IPLમાં કુલ 24 વખત સામસામે ટક્કર થઈ છે. આ બંને વચ્ચે રમાયેલી કુલ મેચમાં કોલકાતાએ 15 મેચ જીતી છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 9 મેચ જીતી શકી છે. આ સ્થિતિમાં બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની સંભાવના છે.
Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
અભિષેક શર્મા, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેરી બ્રુક, હેનરિક ક્લાસેન (વિકેટ કીપર), અબ્દુલ સમદ, અકીલ હુસૈન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને ઉમરાન મલિક.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ
એન જગદીશન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ કીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વેઈસ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.