Get The App

IPL 2023 LIVE : ગુજરાતે લખનઉને આપ્યો 228 રનનો ટાર્ગેટ, સાહાની તોફાની ફિફ્ટી, ગિલના 94 રન

આ સીઝનની 51મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

IPLમાં પહેલીવાર બે ભાઈઓ કેપ્ટન તરીકે સામસામે આવી રહ્યા છે

Updated: May 7th, 2023

GS TEAM

Google News
Google News
IPL 2023 LIVE : ગુજરાતે લખનઉને આપ્યો 228 રનનો ટાર્ગેટ, સાહાની તોફાની ફિફ્ટી, ગિલના 94 રન 1 - image
Image : twitter

IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે આ સીઝનની 51મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા કેપ્ટન તરીકે પ્રથમ વખત સામ સામે રમી રહ્યા છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આજે લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

GT 20 ઓવરમા 227/2

GT 15 ઓવરમા 176/1

GT 10 ઓવરમા 121/0

GT 5 ઓવરમા 63/0

IPL 2023 Live Score

ગુજરાતે લખનઉને વિશાળ ટાર્ગેટ આપ્યો

ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા છે. ગુજરાત માટે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની ફિફ્ટી ફટકારી હતી. ગિલે 51 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા. ગિલે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રનની શાનદાર તોફાની ઇનિંગ રમી હતી. સાહાએ 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 12 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઝડપી 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેણે એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. લખનઉ તરફથી મોહસીન ખાન અને અવેશ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

ભાઈએ કર્યો ભાઈનો કેચ

ગુજરાત ટાઇટન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યા 16મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. તે મોહસીન ખાનની બોલિંગ પર કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે આજે ભાઈએ જ ભાઈનો કેચ ઝડપ્યો હતો.

ગિલ-સાહા બાદ હાર્દિકની આક્રમક રમત 

ગુજરાત ટાઇટન્સે લખનઉ સામે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. સાહાના આઉટ થયા બાદ શુભમન ગિલને હાર્દિક પંડ્યાનો સાથ મળ્યો છે. બંનેએ બીજી વિકેટ માટે 17 બોલમાં 34 રનની ભાગીદારી કરી હતી. ગિલ 36 બોલમાં 67 અને હાર્દિક 12 બોલમાં 23 રન બનાવીને ક્રિઝ પર છે.

રિદ્ધિમાન સાહા આઉટ

ગુજરાત ટાઇટન્સને 13મી ઓવરના પ્રથમ બોલ પર પહેલો ઝટકો લાગ્યો છે. રિદ્ધિમાન સાહા 43 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો છે. સાહાએ પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સાહાએ શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. IPLની આ સિઝનમાં પ્રથમ વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા બેંગ્લોરના વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે મુંબઈ ઈન્ડિયન્સ સામે 148 રન કર્યા હતા.

શુભમન ગિલની શાનદાર ફિફ્ટી

ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 121 રન બનાવ્યા છે. રિદ્ધમાન સાહા બાદ શુભમન ગિલે પણ શાનદાર ફિફ્ટી ફટકારી છે. બંને ઓપનર આક્રમક બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 

ગુજરાતની આક્રમક શરુઆત, સાહાની ફિફ્ટી

લખનઉ સામે ગુજરાત ટાઇટન્સની ઇનિંગનો પાવરપ્લે પુરો થઇ ગયો છે. ગુજરાતે 6 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 78 રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા 23 બોલમાં 54 અને શુભમન ગિલ 13 બોલમાં 22 રન બનાવીને અણનમ છે. સાહાએ માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સિઝનમાં આ તેની ફિફ્ટી છે.

રોહિત શર્મા ફરી શૂન્ય પર આઉટ થયો, હિટમેને નોંધાવ્યો IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ

ગુજરાતની શાનદાર શરુઆત 

ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સ સામે શાનદાર શરૂઆત કરી છે. તેણે ત્રણ ઓવરમાં વિના નુકશાન 31 રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા 14 બોલમાં 25 રન બનાવીને અણનમ છે. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. શુભમન ગિલે ચાર બોલમાં ચાર રન બનાવ્યા છે.

કિંગ કોહલીએ બે વિરાટ રેકોર્ડ બનાવી IPL રચ્યો ઈતિહાસ, દિલ્હી સામેની મેચમાં મેળવી સિદ્ધિ

ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરશે

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  હાર્દિક પંડ્યાની ટીમ પ્રથમ બેટિંગ કરશે. ક્વિન્ટન ડિકોક લખનઉની ટીમમાં પરત ફર્યો છે. નવીન-ઉલ-હકને પડતો મૂકવામાં આવ્યો છે. જોશ લિટલના સ્થાને અલઝારી જોસેફને ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. IPLમાં પહેલીવાર બે ભાઈઓ કેપ્ટન તરીકે સામસામે આવી રહ્યા છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ

રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

લખનૌ સુપર જાયન્ટ્સ

ક્વિન્ટન ડિકોક (wk), કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા (C), માર્કસ સ્ટોઈનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.