Get The App

IPL 2023 Live : ગુજરાત સામે દિલ્હીનો 5 રને વિજય, હાર્દિક પંડ્યાની ફિફ્ટી, સામીની 4 વિકેટ

દિલ્હીનો સ્કોર : 20 ઓવરમાં 130/8, અમન ખાનના 51, અક્ષર પટેલના 27 રન, GT તરફથી મોહમ્મદ સામીની 4 વિકેટ

IPL પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોપ પર, દિલ્હી છેલ્લે : સિઝનમાં ગુજરાતે 8માંથી 6 મેચ જીતી, દિલ્હીએ 8માંથી 2 મેચ જીતી

Updated: May 2nd, 2023

GS TEAM

Google News
Google News
IPL 2023 Live : ગુજરાત સામે દિલ્હીનો 5 રને વિજય, હાર્દિક પંડ્યાની ફિફ્ટી, સામીની 4 વિકેટ 1 - image

અમદાવાદ, તા.02 મે-2023, મંગળવાર

IPL-2023માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો ગુજરાત સામે 5 રને વિજય થયો છે. દિલ્હીએ નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટે 130 રન નોંધાવ્યા હતા. જેનાજવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 125 રન નોંધાવ્યા હતા. દિલ્હીની ટીમનું શરૂઆતથી જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું, ગુજરતાની સ્થિતિ પણ એવી હતી. જોકે દિલ્હીની ટીમના પૂંછળીયા ખેલાડીઓ અમર ખાન, અક્ષર પટેલ અને રીપલ પટેલે દિલ્હીની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તો ગુજરાત તરફથી મોહમ્મદ સામી છવાયો હતો. મોહમ્મદ સામીએ દિલ્હીને ઓછા સ્કોરે પછાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ અગાઉ ગુજરાત ટાઈટન્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી.

IPL-2023 Live Scorecard

દિલ્હી તરફથી અમન ખાનની ફિફ્ટી

દિલ્હી તરફથી 7માં ક્રમાંકે આવેલા ખેલાડી અમન ખાને સમજદારીપૂર્વક બેટીંગ કરી દિલ્હીને સન્માજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તો અક્ષર પટેલ અને રિપલ પટેલે પણ સારુ પ્રદર્શન કર્યું હતું. અમન ખાને 44 બોલમાં 3 ફોર અને 3 સિક્સ સાથે 51 રન ફટકાર્યા હતા, તો અક્ષર પટેલે 30 બોલમાં 27 રન જ્યારે રિપલ પટેલે 13 બોલમાં 23 રન કર્યા હતા. બાકીના તમામ ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું.

ગુજરાત તરફથી મહમ્મદ સામીની 4 વિકેટ

ગુજરાત તરફથી મહમ્મદ સામીએ શરૂઆતથી જ દિલ્હી પર પકડ જમાવી દીધી હતી. સામીએ 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો મોહિત શર્માએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સે જીત્યો ટોસ

આજની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરો ટોસ જીત્યો હતો. વોર્નરો પહેલા બેટીંગ પસંદ કરી ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

પીચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ આ સિઝનમાં બેટ્સમેનો માટે ખુબ અનુકુળ રહી છે. આ પીચ પર બેટ્સમેનો દ્વારા ઘણા રન બનાવવામાં આવી રહ્યા છે. જો કે બંને ટીમોની બોલિંગ શાનદાર છે, જેથી અગાઉની મેચોની સરખામણીમાં આ મેચમાં ઓછા રન બની બનવાની શક્યતા છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

ગુજરાત ટાઈટન્સની ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ, શુભમન ગિલ, શ્રીકર ભરત, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શિવમ માવી, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, દર્શન નલકાંડે, ઉર્વીલ પટેલ, સાઈ સુધરસન, યશ દયાલ.

દિલ્હી કેપિટલ્સની ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, સરફરાઝ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ, ખલીલ અહેમદ, પ્રવીણ દુબે, રિલી રોસોઉ, લુંગી એનગીડી, મુસ્તાફિઝુર રહેમાન, રોવમેન પોવેલ, પૃથ્વી શો, ચેતન સાકરિયા, અમન હકીમ ખાન, યશ ધુલ, વિકી ઓસ્તવાલ.