Get The App

IPL 2023 Live : મુંબઈએ ચેન્નઈ સામે 140 રનનો ટાર્ગેટ રાખ્યો, નેહલ વાધેરાની શાનદાર ફિફ્ટી

આ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે

IPLની 16મી સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે રમી રહી છે

Updated: May 6th, 2023

GS TEAM

Google News
Google News
IPL 2023 Live : મુંબઈએ ચેન્નઈ સામે 140 રનનો ટાર્ગેટ રાખ્યો, નેહલ વાધેરાની શાનદાર ફિફ્ટી 1 - image

IPL 2023માં આજે બે મેચો રમાવાની છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ સીઝનની 49મી મેચ છે. આ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. IPLની 16મી સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે રમી રહી છે. બંને ટીમો માટે આજની મેચ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો છે. ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર નથી જ્યારે મુંબઈની ટીમે બે ફેરફાર કર્યા છે.

MI 20 ઓવરમા 139/8

MI 15 ઓવરમા 93/4

MI 10 ઓવરમા 64/3

MI 5 ઓવરમા 24/3

IPL 2023 Live Score

મુંબઈએ આઠ વિકેટે 139 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 140 રનનો ટાર્ગેટ રાખ્યો છે. મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી નેહલ વાધેરાએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમારે 26 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 20 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો ન હતો. ચેન્નઈ માટે મતિશા પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહર અને તુષાર દેશપાંડેને બે-બે વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

મુંબઈની આઠમી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની આઠમી વિકેટ 137 રનના સ્કોર પર પડી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 21 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ તેનો કેચ પકડ્યો હતો. 

મુંબઈએ સાતમી વિકેટ ગુમાવી

મુંબઈ ઈન્ડિયન્સની સાતમી વિકેટ 134 રનના સ્કોર પર પડી હતી. અરશદ ખાન બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો છે. મતિશા પથિરાનાએ તેને ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ કરાવ્યો હતો.

મુંબઈની છઠ્ઠી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની 127 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ પડી છે. તુષાર દેશપાંડે બે રનના સ્કોર પર ટિમ ડેવિડને ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ આપી બેઠો હતો. ડેવિડ ચાર બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો. 

મુંબઈની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

મુંબઈની અડધી ટીમ 123 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી છે. નેહલ વાધેરાની શાનદાર ઈનિંગનો અંત આવ્યો છે. તેણે આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 બોલમા તાબડતોબ 64 રન ફટકાર્યા હતા. 

મુંબઈનો સ્કોર 100 રનને પાર થયો

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 100 રનને પાર થયો છે. મુંબઈ તરફથી નેહલ વાધેરાએ શાનદાર ઈનિંગ રમી હતી. નેહલ વાધેરાએ ફિફ્ટી ફટકારી છે.

શાનદાર ભાગીદારીનો અંત

મુંબઈ ઈન્ડિયન્સની એક પછી એક વિકેટ બાદ સુર્યકુમાર યાદવ અને નેહલ વાધેરા વચ્ચે શાનદાર 50 રનની ભાગીદારી બની હતી. જો કે સુર્યકુમાર યાદવ 26 રન બનાવીને આઉટ થયો હતો. યાદવના આઉટ થતા જ શાનદાર ભાગીદારીનો અંત આવ્યો હતો. જાડેજાએ યાદવને બોલ્ડ કર્યો હતો.

સૂર્યકુમાર અને નેહલ વચ્ચે શાનદાર ભાગીદારી

સૂર્યકુમાર યાદવ અને નેહલ વાધેરા વચ્ચે 41 બોલમાં 50 રનની શાનદાર ભાગીદારી થઈ છે. બંને ઝડપથી રન બનાવી રહ્યા છે અને પોતાની ટીમને સારી સ્થિતિમાં લઈ જઈ રહ્યા છે.

મુંબઈનો સ્કોર 50 રનને પાર થયો

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 50 રનને પાર થયો છે. સૂર્યકુમાર યાદવ અને નેહલ વાધેરાએ શાનદાર ભાગીદારી કરી છે. બંને બેટ્સમેન સમજદારીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે. 

પાવરપ્લે બાદ મુંબઈનો સ્કોર 34/3

પાવરપ્લે સમાપ્ત થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 34 રન છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમની ઓપનિંગ જોડી ઈશાન કિશન અને કેમરન ગ્રીન ઓછા રન પર આઉટ થઈ ગયા છે. જો કે આ પછી સૂર્યકુમાર યાદવે નેહલ વાધેરા સાથે મળીને મુંબઈની ઇનિંગ સંભાળી હતી.

મુંબઈને ત્રીજો ઝટકો

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મુશ્કેલીમાં છે. ટીમના ત્રણ મહત્વના બેટ્સમેન 14 રનના સ્કોર પર આઉટ થઈ ગયા છે. દીપક ચહરે મુંબઈના કેપ્ટન રોહિત શર્માને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે ત્રણ બોલનો સામનો કર્યો પરંતુ તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ધોનીએ શાનદાર રણનીતિ બનાવીને તેને ફસાવી દીધો હતો. 

મુંબઈની બીજી વિકેટ પડી

મુંબઈની ટીમને 14 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો છે. દીપક ચહરે ઈશાન કિશનને મહિષ તિક્ષાના હાથે કેચ કરાવ્યો હતો. કિશને નવ બોલમાં 7 રન બનાવ્યા છે. તેણે પોતાની ઇનિંગમાં એક બાઉન્ડ્રી ફટકારી હતી. 

મુંબઈએ પહેલી વિકેટ ગુમાવી

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ 13 રનના સ્કોર પર પડી છે. તુષાર દેશપાંડેએ કેમરોન ગ્રીનને ક્લીન બોલ્ડ કર્યો હતો. ગ્રીને ચાર બોલમાં એક ચોગ્ગાની મદદથી 6 રન બનાવ્યા હતા. 

મુંબઈની બેટિંગ શરૂ 

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્માએ આ મેચમાં પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો છે. કેમરૂન ગ્રીને ઈશાન કિશન સાથે ઇનિંગની શરૂઆત કરી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી નથી. અર્જુને ફરી એકવાર રાહ જોવી પડશે. અર્જુનને પણ ઈમ્પેક્ટ સબસ્ટિટ્યુટમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં ચેન્નઈની ટીમ ઘરઆંગણે જીતવા મેદાનમાં ઉતરી છે. ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર નથી. આ સાથે જ મુંબઈની ટીમ બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. મુંબઈના તિલક વર્મા અને કુમાર કાર્તિકેય આ મેચમાં રમી રહ્યા નથી. આ બંનેના સ્થાને ટ્રિસ્ટન સ્ટબ્સ અને રાઘવ ગોયલને તક આપવામાં આવી છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

ચેન્નઈ સુપર કિંગ્સ

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (C/wk) દીપક ચહર, મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થિક્ષિના.

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (C), ઈશાન કિશન (wk), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, અરશદ ખાન.