| Image - @IPL Twitter |
અમદાવાદ, તા.29 મે-2023, સોમવાર
IPL-2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સે હરાવી પાંચમી વખત ટાઈટલ્સ જીતી લીધું છે. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ફોર ફટકારી ચેન્નાઈની ટીમને 5 વિકેટે વિજય અપાવ્યો છે. આ સાથે ચેન્નાઈની ટીમે ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા મામલે મુંબઈ ઈન્ડયન્સની બરાબરી કરી લીધી છે. મુંબઈએ પણ અત્યાર સુધીમાં કુલ 5 ટાઈટલ્સ જીત્યા છે. ગુજરાતની ટીમે સાંઈ સુદર્શન અને રિદ્ધિમાન સાહાની તોફાની બેટીંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. આજની મેચમાં પણ વરસાદ પડતા મેચમાં ઓવરોમાં ઘટાડો કરાયો હતો અને ચેન્નાઈને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ અપાયો હતો, જેમાં ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરના અંતિમ બોલે 4 રન ફટકારતા CSKનો વિજય થયો છે.
𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩
— IndianPremierLeague (@IPL) May 29, 2023
Celebrations all around in Chennai Super Kings' camp!
#TATAIPL | #CSKvGT | #Final | @ChennaiIPL pic.twitter.com/81wQQuWvDJ
IPL ચેમ્પિયનની યાદી
- 2008: રાજસ્થાન રોયલ્સ (ચેન્નાઈને 3 વિકેટે હરાવ્યું)
- 2009: ડેક્કન ચાર્જર્સ (બેંગલુરુને 6 રનથી હરાવ્યું)
- 2010: ચેન્નાઈ સુપર કિંગ્સ (મુંબઈને 22 રનથી હરાવ્યું)
- 2011: ચેન્નાઈ સુપર કિંગ્સ (બેંગલુરુને 58 રનથી હરાવ્યું)
- 2012: કોલકાતા નાઈટ રાઈડર્સ (ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું)
- 2013: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને 23 રનથી હરાવ્યું)
- 2014: કોલકાતા નાઈટ રાઈડર્સ (પંજાબને 3 વિકેટે હરાવ્યું)
- 2015: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને 41 રનથી હરાવ્યું)
- 2016: સનરાઇઝર્સ હૈદરાબાદ (બેંગલુરુને 8 રનથી હરાવ્યું)
- 2017: મુંબઈ ઈન્ડિયન્સ (રાઈઝિંગ પુણે સુપરજાયન્ટને 1 રનથી હરાવ્યું)
- 2018: ચેન્નાઈ સુપર કિંગ્સ (સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું)
- 2019: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને 1 રનથી હરાવ્યું)
- 2020: મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું)
- 2021: ચેન્નાઈ સુપર કિંગ્સ (કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું)
- 2022: ગુજરાત ટાઇટન્સ (રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું)
- 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ (ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું)
વરસાદના કારણે ઓવર પર મુકાયો કાપ
આજના રિઝર્વ-ડેના દિવસે પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઓવર પર કાપ મુકાયો હતો અને ચેન્નાઈને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચેન્નાઈની ટીમ 15 ઓવરમાં 5 વિકેટે 171 રન કરતા તેનો 5 વિકેટે વિજય થયો છે. આ અગાઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ચેન્નાઈનો સ્કોર
ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયતવાડે 16 બોલમાં 26 રન, ડેવોન કોનવોયે 25 બોલમાં 47 રન, શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 32 રન, અજીંક્ય રહાણેએ 13 બોલમાં 27 રન, અંબાતી રાયડુએ 8 બોલમાં 19 રન, ધોનીએ 0 રન, રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં અણનમ 15 રન નોંધાવ્યા હતા.
ગુજરાતની બોલીંગ
ગુજરાત તરફથી મોહિત શર્માએ 3 વિકેટ જ્યારે નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.
ગુજરાતનો સ્કોર
રિદ્ધીમાન સાહાએ 39 બોલમાં 54 રન (5 ફોર, 1 સિક્સ), શુભમન ગીલે 20 ઓવરમાં 39 રન (7 ફોર), સાંઈ સુદર્શને 47 બોલમાં 96 રન (8 ફોર, 6 સિક્સ), કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 બોલમાં અણનમ 21 રન (2 સિક્સ) જ્યારે રાશિદ ખાને 0 રન નોંધાવ્યા છે.
ચેન્નાઈની બોલીંગ
ચેન્નાઈ તરફથી માથેશ પથિરાનાએ 4 ઓવરમાં 44 રન આપી 2 વિકેટ ઝડપી છે, જ્યારે દિપક ચહર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ખેરવી છે.
IPLની ફાઈનલમાં ગુજરાતે નોંધાવ્યો સૌથી મોટો સ્કોર
- 2023 - ગુજરાત ટાRટન્સ V/s ચેન્નાઈ સુપર કિંગ્સ - 214/4
- 2016 - સનરાઇઝર્સ હૈદરાબાદ V/s રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 208/7
- 2011 - ચેન્નાઈ સુપર કિંગ્સ V/s રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 205/5
- 2015 - મુંબઈ ઈન્ડિયન્સ V/s ચેન્નાઈ સુપર કિંગ્સ - 202/5
- 2014 - કોલકાતા નાઈટ રાઈડર્સ V/s કિંગ્સ ઈલેવન પંજાબ - 200/7
IPLના ઈતિહાસમાં પ્રથમવાર રિઝર્વ-ડે પર ફાઈનલ મેચ રમાઈ
IPL-2023ની ફાઈનલ મેચ ગઈકાલે એટલે કે 28 મેએ રમાવાની હતી. જોકે ગઈકાલે ધમાકેદાર વરસાદ થવાના કારણે મેચ રમાઈ શકી ન હતી અને મેચ આજે એટલે કે 29મી મેએ રિઝર્વ-ડે પર રમાડવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે આજે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. આજની મેચ સમયસર શરૂ તો થઈ ગઈ હતી પણ ગુજરાતની પ્રથમ ઈનિંગ પુર્ણ થયા બાદ ધમાકેદાર વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વરસાદ તો બંધ થઈ ગયો હતો અને અચાનક ઝડપી પડેલા વરસાદના કારણે ભિની થયેલી પિચ સુકાવવામાં ઘણો સમય લાગ્યો હતો. અને અંતે 12.10 કલાકે મેચની બીજી ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. મેચ મોડી શરૂ થતા ઓવર પર કાપ મુકીને 15 ઓવર કરાઈ હતી અને ચેન્નાઈને જીતવા માટે 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો
ધોનીએ બનાવ્યો રેકોર્ડ
આજે એમ.એસ.ધોનીએ મેદાનમાં આવતાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ધોની તેની IPL કેરીયરની 250મી મેચ રમી રહ્યો છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચો રમનાર ધોની પ્રથમ ખેલાડી બન્યો છે. જ્યારે આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા 243 મેચ સાથે બીજા નંબર પર છે.
ધોનીની કેપ્ટનશીપમાં CSKની 10મી ફાઈનલ મેચ
IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ ધોનીની કેપ્ટનશીપ હેઠળ અત્યાર સુધીમાં આજની મેચ સાથે 10 વખત ફાઈનલ મેચ રમી છે, જેમાં ટીમે 5માં જીત મેળવી ટાઇટલ જીત્યું હતું અને 5 ટાઈટલ મેચ હારી છે. સૌથી વધારે 5 ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયનના નામે છે.
બંને ટીમોની પ્લેઈંગ-11 જાહેર
ગુજરાત સામે ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી


