વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ પાસેથી ટ્રોફી પાછી લઈ લેવાશે, જાણો શું છે કારણ

Women World Cup 2025: હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય ટીમે પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી. જોકે, આ ઐતિહાસિક જીત બાદ ઉજવણીમાં જોવા મળેલી મૂળ ટ્રોફી ભારતીય ટીમ પાસે લાંબો સમય નહીં રહે, કારણ કે ICCનો એક ખાસ નિયમ આ ટ્રોફી પાછી લઈ લેવાનો નિયમ છે.
ICCનો 26 વર્ષ જૂનો નિયમ
અહેવાલો અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા લગભગ 26 વર્ષ પહેલાં એક નિયમ બનાવવામાં આવ્યા હતો. , જે મુજબ વિજેતા ટીમને મૂળ ટ્રોફી કાયમી ધોરણે આપવામાં આવતી નથી. વિજેતા ટીમને માત્ર ફોટોશૂટ અને વિક્ટ્રી પરેડ માટે જ મૂળ ટ્રોફી રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રોફી ICCના દુબઈ હેડક્વાર્ટરમાં પરત કરવામાં આવે છે. આ નિયમ ટ્રોફીને ચોરી અથવા નુકસાનથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. વિજેતા ટીમને પાછળથી એક રેપ્લિકા ટ્રોફી (પ્રતિકૃતિ) રજૂ કરવામાં આવે છે, જે મૂળ ટ્રોફી જેવી જ હોય છે અને તે કાયમી ધોરણે તેમની પાસે રહે છે.
આ પણ વાંચો: VIDEO: વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીતે કોની માફી માંગી? જુઓ ભાવુક વીડિયો
મહિલા વર્લ્ડ કપ 2025 ટ્રોફીની વિશેષતા
મહિલા વર્લ્ડ કપ 2025 ટ્રોફીનું વજન આશરે 11 કિલો છે અને તેની ઊંચાઈ આશરે 60 સેમી છે. તે સોના અને ચાંદીથી બનેલી છે. ટ્રોફીના ત્રણ ચાંદીના કોલમ સ્ટમ્પ અને ટોચ પર સોનાનો ગોળો છે. ટ્રોફી પર અત્યાર સુધીની બધી વિજેતા ટીમોના નામ કોતરેલા છે. આ વર્ષે ભારતનું નામ પહેલીવાર ટ્રોફી પર સમાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી રમાયેલી 13 મહિલા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ 7 વખત, ઈંગ્લેન્ડે 4 વખત, ન્યુઝીલેન્ડ અને ભારતે 1-1 વખત ટાઇટલ જીત્યું છે.
ભારતે ઇતિહાસ રચ્યો
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં, ભારતે પહેલા બેટિંગ કરીને 298 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકા ફક્ત 246 રન જ બનાવી શક્યું. ભારત તરફથી, શેફાલી વર્માએ 87 રનની શાનદાર ઇનિંગ રમી અને બે વિકેટ લીધી, જેના માટે તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દીપ્તિ શર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, 58 રન બનાવ્યા અને પાંચ વિકેટ લીધી હતી.

